Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એટ્રોસિટીની ફરિયાદની અપાય છે ધમકીઃ
જામનગર તા. ૨૩: જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં વસવાટ કરતા પરિવાર દ્વારા તે વિસ્તારના લોકોને પજવવામાં આવતા હોવાની રજૂઆત સાથે ગઈકાલે તે વિસ્તારના કેટલાક લોકોએ જિલ્લા પોલીસવડાને અરજી આપી ત્રાસમાંથી મુક્તિ અપાવવા અરજ કરી છે.
જામનગરના કિસાનચોક નજીકના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા સીફાબાનુ અહેમદરઝા નાઈ ઉર્ફે નર્મદાબેન તથા તેના પતિ અહેમદરઝા મહંમદહુસેન નાઈ, નુરજહાંબેન નાઈ વગેરે સામે તે જ વિસ્તારના સલીમ વલીમામદ ખફી તથા અન્ય વ્યક્તિઓએ ગઈકાલે એસપીને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
તેમાં જણાવાયા મુજબ ઉપરોક્ત બંને મહિલા સહિતના વ્યક્તિઓ ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં અશાંતિ પ્રસરાવી રહ્યા છે. બહારના લોકોને બોલાવી તે લોકો અન્ય રહેવાસીઓ પર સીન જમાવવાની સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટી ફરિયાદ કરવાની ધાકધમકી આપે છે. બારેક વર્ષ પહેલાં નર્મદાબેને મુસ્લિમ ધર્મ અપનાવી મુસ્લિમ યુવાન સાથે નિકાહ કરી લીધા હોવા છતાં આ મહિલા હજુ પણ એટ્રોસિટીની ફરિયાદની ધમકી આપે છે. થોડા દિવસ પહેલાં તેઓએ હુમલાની અસરફ જુમા ખફી, જાવિદ જુમા ખફી વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી. તે પછી આરોપીઓ જામીનમુક્ત થયા છે તેથી સીફાબાનુ ઉર્ફે નર્મદાબેન સહિતના વ્યક્તિઓ ઉશ્કેરાયેલા છે. તેમના ત્રાસમાંથી મુક્ત કરાવવા આવેદનમાં અરજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial