Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્માર્ટ મીટરોની અંદરની 'સ્માર્ટ' હકીકત
ખંભાળીયા તા. ર૩: ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા લગાડાતા સ્માર્ટ મીટરોની અંદરની 'સ્માર્ટ' વાર્તા ચર્ચાસ્પદ બની છે, અને આકરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ગુજરાતમાં કેટલાક સમયથી ચાર વિસ્તારોની વીજ કંપનીઓ જે સરકારના વિદ્યુત બોર્ડ દ્વારા સંચાલિત છે તેમના દ્વારા કહેવાતા 'સ્માર્ટ' મીટરો નાખવાનું શરૂ થતાં તેની સામે ઉગ્ર વિરોધ ઉઠતા સરકારને પાછું હઠવું પડ્યું છે ત્યારે 'સ્માર્ટ' મીટર નાખવાની અંદરની 'સ્માર્ટ' વાર્તા ભારે ચર્ચાસ્પદ બની છે.
વ્યાપક ચર્ચા મુજબ એક મોટા ગજાના રાજકારણીના પુત્રની કોન્ટ્રાકટ કંપનીને મીટર ૫ૂરા પાડવાનો જંગી કોન્ટ્રાકટ મળ્યો છે અને લાખો મીટરો વિદેશથી આવી પણ ગયા છે!! હાલ અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં ખાનગી વીજ કંપનીઓ વીજળી પૂરી પાડીને ગ્રાહકોની પાસેથી જંગી નફો કમાય છે તેમને આ ચાર વીજ કંપનીઓ વેચી નાખવાનું પાકું જ મનાય છે જેનો ઉગ્ર વિરોધ વીજ કર્મચારીઓ પણ કરવાના છે!!
સ્માર્ટ મીટરમાં બે હજારનું બેલેન્સ નાખવાનું હોય ગુજરાતની ૬.પ કરોડની વધારેની વસતિમાં ૧.૬પ કરોડ ઘર તથા ખેતી, ઉદ્યોગો કારખાના આવેલા છે તેમાંથી કરોડો રૂપિયા એડવાન્સમાં જ વીજ કંપનીને આવી જાય હાલના મીટર કરતા સ્માર્ટ મીટર વધુ સેન્સીટીવ હોય બીલ વધુ આવે અને પાછું બીલ બનાવવા કર્મચારીઓની જરૂર ના પડે બીલ બુક છાપવાનો ખર્ચ બચે હજારો કર્મચારી નવરા અને મીટર ભાડું ત્રણસો નફામાં!! સગવડ વધારવાના બદલે ગ્રાહક લૂંટવાનો ધંધો છે કે શું?? ૧૦૦ વોટનો લેમ્પ ૧૦ કલાક ચાલુ રહે એટલે એક યુનિટ વીજળી બળે તે બધાને ખબર છે તો વધુ ફરતા મીટર પકડવા બે-બે મીટરો મુકવાના? સામાન્ય લોકોના મગજમાં સ્માર્ટ મીટર ઉતારવું અઘરું થશે તેવા આકરા પ્રત્યાઘાતો સાંપડી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial