Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક જળસ્ત્રોતો ખૂટ્યાઃ લોકોની દયનિય હાલતઃ
ખંભાળિયા તા. ર૩: યાત્રાધામ હર્ષદ અને લાંબા બંદર જેવા મોટા ગામમાં સ્થાનિક જળસ્ત્રોતો ખૂટી જતા હવે નર્મદાના નીર પર જ આધાર રાખવો પડી રહ્યો છે, તેથી આ પંથકના લોકોની સ્થિતિ દયનિય બની છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ હજુ જૂન માસમાં આવે તે પહેલા કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સ્થિતિ ખૂબ જ વિકટ થતી જાય છે.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તા.ના લાંબા ગામની વસતિ દસેક હજાર ઉપરાંતની છે જેમાં સ્થાનિક ત્રણ કૂવામાંથી પાણી વિતરણ કરાતું હતું તેમાં બે કૂવાના પાણી ખલાસ થઈ જતા તથા ત્રીજા કૂવામાં લાઈનની તકલીફ હોય, દસેક હજારની લાંબા ગામની જનતા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. હાલ ત્રણેક દિવસે ૩ લાખ લીટર ફાળવાતા નર્મદાના પાણી ઉપર જ આધાર છે, પણ તેમાં પણ ઉપરથી પાણી ના આવતા કે વીજ ફોલ્ટ થતા કલાકો પાણી વિતરણ બંધ રહેતા ભારે પરેશાની થાય છે. તાજેતરમાં ફોલ્ટ થતા સતત દસેક દિવસ પાણી ના મળતા કાળઝાળ ગરમીમાં પીવાના પાણીના એક બેડા માટે કેટલુંય ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થતા ગ્રામજનોની સ્થિતિ દયાજનક બની છે. લાંબાના વહીવટદાર શ્રી બેલા તથા તલાટી-મંત્રી અલ્પેશભાઈ આહિર દ્વારા પા.પુ. ઈજનેર તથા ટી.ડી.ઓ.ને રજૂઆત કરી નિયમિત પાણી પુરવઠાની માંગ કરી છે.
દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ (ગાંધવી) માં પણ પીવાના પાણીની વિકટ સ્થિત થઈ છે. ગાંધવીમાં હર્ષદનું યાત્રાધામ આવેલું છે જ્યાં રોજ હજારો યાત્રાળુઓ આવે છે તથા ગ્રામજનોની વસતિ પણ નજીકમાં ત્રણેક હજારની હોય, પાણી ના મળતા પા.પુ. ઈજનેરને નર્મદાનો જથ્થો ફાળવવા માંગ કરાઈ છે જે નિયમિત મળે તો જ આ પ્રશ્ન હલ થાય. વૈકલ્પિક સ્ત્રોત તરીકે એક કૂવામાં વીજ જોડાણ મેળવવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial