Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગ્યા સોં૫ાય ત્યાં સુધી ભાડુ ચૂકવવા આદેશઃ
જામનગર તા. ૨૩: જામનગરની જયંત સોસાયટીમાં પ્રતાપનગર પાસે મણીબેન કાનજી નામના મહિલાનું મકાન આવેલુ છે. તે મકાન વર્ષ ૧૯૯૫માં ૩૦૦ રૂપિયાના ભાડાથી મૂળુ જીવા મકવાણાને આપવામાં આવ્યું હતું. તેમના પત્ની લક્ષ્મીબેન આયુર્વેદિક હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તે પછી તેમને આયુ. હોસ્પિટલમાં કવાર્ટર ફાળવાયું હતું.
તે દરમિયાન ભાડુતે આઠ મહિના સુધી ભાડુ ન આપતા મણીબેને નોટીસ પાઠવી હતી. તેની સામે ગુજરનાર ભાડુત મૂળુ મકવાણાના પરિવારે ભાડાની જગ્યામાં પૂરતી સુવિધા ન હોવાથી ભાડુ ઘટાડી આપવા દાવો કર્યાે હતો. મણીબેને દીવાની અદાલતમાં ભાડુ ચૂકવાયું ન હોય અને ભાડુતને અન્ય જગ્યા પ્રાપ્ત થઈ હોય તેઓ ભાડાની જગ્યા ખાલી કરી આપે તે માટે દાવો કર્યાે હતો.
દાવો ચાલુ હતો ત્યારે ભાડુત મૂળુભાઈનું નિધન થયું હતું. તેથી તેમના પત્ની લક્ષ્મીબેનને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા. દાવામાં વાદીના પાવર ઓફ એટર્નીની જુબાની લેવાઈ હતી. તેની સામે પ્રતિવાદીએ તકરાર લેતા દાવો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે એક વર્ષમાં દાવો પુરો કરવા હુકમ કર્યાે હતો. તે દાવામાં મણીબેન કાનજીએ પુરાવો રજૂ કર્યાે હતો. પ્રતિવાદીએ સોગંદનામું કર્યું હતું. પ્રતિવાદીએ પોતાના નામે તથા પતિના નામે મિલકત ખરીદી હતી તેના પણ પુરાવા રજૂ કરાયા હતા. અદાલતે પ્રતિવાદીને ભાડાની જગ્યા કરતા સારી સુવિધાનું માલિકીનું મકાન હોવાનું માન્યું હતું અને તેઓએ પોતાનું મકાન અન્યને ભાડે આપી તેનું ભાડુ પણ મેળવ્યાનું અદાલતે માન્યું હતું. આથી તે જગ્યાનો ખાલી કબજો ૩૦ દિવસમાં વાદીને સોંપી આપવાનો અને ત્યાં સુધી દર મહિને રૂ. ૩ હજાર લેખે ભાડુ ચૂકવવા હુકમ કર્યાે છે. વાદી મણીબેન કાનજી તરફથી વકીલ જીતેન્દ્ર નાખવા (૯૮૨૪૩ ૧૩૦૯૯), હાઈકોર્ટના વકીલ સંજુ જે. નાખવા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial