Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હંજીયાખળી પાસે બોલેરોએ સર્જયો અકસ્માતઃ
જામનગર તા. ૨૩: જામનગરના સમર્પણ સર્કલ પાસે મંગળવારની રાત્રે સાયકલીંગ કરી રહેલા એક યુવાનને બાઈકે ઠોકર મારતા તેને હેમરેજ થઈ ગયું છે. ખંભાળિયા પાસે હંજીયાખળી ગામ પાસે પડેલી બે મોટરની પાછળ બોલેરો ટકરાઈ પડતા બંને મોટરમાં નુકસાન થયું છે.
જામનગરની ડિફેન્સ કોલોનીમાં રહેતા અનિલભાઈ દિલીપભાઈ બનીયાના ભાઈ મંગળવારે રાત્રે દસેક વાગ્યે સમર્પણ સર્કલ પાસેથી સાયકલ પર જતા હતા ત્યારે જીજે-૧૦-ડીસી ૩૨૮૧ નંબરના બાઈક ચાલકે તેઓને ઠોકર મારી ફંગોળતા હેમરેજ સહિતની ઈજા પામેલા યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે અનિલભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામના કરમણભા પરબતભા ચમડીયાએ પોતાની જીજે-૪-ડીએ ૬૬૦૬ નંબરની ઈનોવા ગઈકાલે બપોરે હંજીયા ખળી ગામ પાસે મૂકી હતી ત્યારે પાછળથી જીજે-૩-બીડબલ્યુ ૩૯૩૦ નંબરની બોલેરો મોટર ટકરાઈ પડતા ઈનોવા તથા બાજુમાં પડેલી ઈકો મોટરમાં નુકસાન થયું હતું. બોલેરોના ચાલક જયદીપસિંહ જાડેજા સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં કરમણભાએ ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial