Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટના પ્રયાસોથી
ખંભાળીયા તા. ૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટની ઉત્કૃષ્ટ કામગીરીથી અનેક પ્રશ્નો હલ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષોથી એક જ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક તથા માધ્યમિક બન્નેનો વહીવટ ચલાવતા હતાં પરંતુ થોડા સમય પહેલાં રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ જિલ્લા જિ.શિ.ની જગ્યાઓ ભરતા દ્વારકામાં પણ નિયમિત જિલ્લ શિક્ષણાધિકારી તરીકે મધુબેન ભટ્ટની નિમણૂક થતાં ત્રણ વર્ષ સુધી જામનગર જિ.શિ. તરીકે કરેલી તેમની ઉત્તમ કામગીરી અનુભવનો લાભ દ્વારકા જિલ્લાને મળતા અનેક પ્રશ્નો હલ થયા છે.
દ્વારકા જિલ્લામાં ૧૨ વર્ષથી એચ. ટાટ આચાર્યો અજમાયશી ધોરણે હતાં. જિલ્લો નવો થયો ત્યારથી તેમનો અજમાયશી પીરિયડ ચાલતો હતો તે પૂર્ણ કરીને નિયમિત કરાયા હતાં. જે કાર્ય વર્ષો પછી થયું. આવી જ રીતે સી.પી.એફ.માં જે કર્મચારીઓ પૂરા પગારની નોકરીમાં આવી ગયા હતાં તેમના કેમ્પ ચારેય તાલુકામાં કરાવીને સી.પી.એફ. ચાલુ કરાવ્યા હતાં.
દ્વારકા જિલ્લો ૨૦૧૩થી બન્યો ત્યારથી અત્યાર સુધી જિલ્લાની પ્રાથમિક, ખાનગી સરકારી શાળાઓમાં ૧૦૦ ટકા ઈન્સ્પેક્શન વાર્ષિક નિરીક્ષણ ક્યારેય થયું ન હતું. કેમકે દ્વારકા પ્રા.જિ.શિ. અધિકારી કચેરીમાં સ્ટાફ જ નથી!! પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ દ્વારા ૧૦૦ જેટલી ટીમો બનાવીને જિલ્લાની તમામ સરકારી-ખાનગી પ્રાથમિક શાળાઓનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરાવ્યું હતું તથા તેના અનુકાર્યની પણ વ્યવસ્થા ગોઠવી છે.
દ્વારકા જિલ્લામાં સી.ઈ.ટી. જ્ઞાન સાધના, એન.એમ.એમ.એસ. જેવી પરીક્ષાઓમાં દ્વારકા જિલ્લામાંથી ઓછા છાત્રો ભાગ લેતા હોય માર્ગદર્શન આપીને છાત્રો ૮૦% ભાગ લેતા કરાયા હતાં તથા તેઓ પાસ થાય તે માટે સ્પેશિયલ કોચીંગ ક્લાસના આયોજન પણ કર્યા જેના સુંદર પરિણામો આવ્યા છે. આરટીઈની ચૂકવણી માટે પણ તાલુકાવાઈઝ કેમ્પ કરવા આયોજન કરવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં દ્વારકા પ્રાથમિક શિક્ષણના અનેક પ્રશ્નો હલ થયા સાથે વિકાસ પણ વધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial