Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણીમાં ૮૩૬૦ ઉમેદવારો મેદાનમાં
નવી દિલ્હી તા. ર૩ : વર્ષ-ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ટીડીપીના ઉમેદવાર સૌથી ધનિક છે તો બીજા ક્રમે ભાજપના કોન્ડા રેડ્ડી છે, એડીઆર દ્વારા રસપ્રદ આંકડા જાહેર થયા છે.
લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેમાં સૌથી ધનિક ઉમેદવાર ટીડીપીના ચંદ્રશેખર પેમ્માસાની છે જેમની પાસે પ૭૦પ કરોડ રૂપિયાની સંપત્તિ છે, લોકસભાની ચૂંટણીમાં કુલ ૮૩૬૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમાં સૌથી ધનિક ચંદ્રશેખર હોવાનું એડીઆરના રિપોર્ટમાં સામે આવ્યું છે. તેઓ આંધ્ર પ્રદેશના ગુંતુરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપના કોન્ડા વિશ્વેશ્વર રેડ્ડી પાસે પણ ૪પ૬૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ તમામ ઉમેદવારોમાં બીજા ક્રમના સૌથી ધનિક નેતા છે. રેડ્ડી તેલંગાણાની ચેવેલ્લા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્રીજા ક્રમે ભાજપના પલ્લવી શ્રીનિવાસ ડેમ્પો છે જેમની સંપત્તિ આશરે ૧૩૬૧ કરોડ રૂપિયા છે અને તેઓ ગોવામાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે હરિયાણાના કુરુક્ષેત્રથી ભાજપના ઉમેદવાર અને ઉદ્યોગપતિ નવીન જિંદલ પાસે ૧ર૪૧ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
મધ્ય પ્રદેશના છિંદવાડાની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથની સંપત્તિ ૭૧૬ કરોડ રૂપિયા છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારો દ્વારા પોતાની સંપત્તિ જાહેર કરવામાં આવી હોય તેના આધારે એડીઆર દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આંધ્રના નેલ્લોરના ટીડીપીના ઉમેદવાર પ્રભાકર રેડ્ડી પાસે પણ ૭૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ છે. અન્ય સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં એઆઈએડીએમકેના અશોક કુમાર પાસે ૬૬ર કરોડ, કોંગ્રેસના સ્ટાર ચંતુ પાસે ૬રર કરોડ, ડી.કે.સુરેશ પાસે પ૯૩ કરોડ, ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્યનાથ સિંધિયા પાસે ૪ર૪ કરોડ, બીજેડીના સંતૃપ્ત મિશ્રા પાસે ૪૮ર કરોડ, કોંગ્રેસના છત્રપતિ શાહુ પાસે ૩૪ર કરોડ, ભાજપના મથુરાના ઉમેદવાર હેમા માલિની પાસે ર૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial