Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોષિય ખાદ્ય ઘટાડવામાં મળશે મદદ
નવી દિલ્હી તા. ર૩ : કેન્દ્રમાં જેની સરકાર બને, તેને આરબીઆઈ ડિવિડન્ડ સ્વરૂપે રૂ. ર.૧૧ લાખ કરોડ રૂપિયા ચૂકવશે. આ મદદ મળતા દેશની રાજકોષિય ખાદ્ય ઘટશે, તેમ મનાય છે.
રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને તેના અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ ર.૧૧ લાખ કરોડના ડિવિડન્ડની ચૂકવણી કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેન્ક કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે ર.૧૧ લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડની ચૂકવણી કરવાનું છે. આ રકમ રિઝર્વ બેન્કે ર૦રર-ર૩ માં કેન્દ્ર સરકારને ચૂકવશે રૂ. ૮૭,૪૧૬ કરોડનુ તુલનાએ ૧૪૦ કાનો વધારો દર્શાવે છે.
આમ ચાર જુનના રોજ નવી સરકાર બનશે તેના હાથમાં સીધો ર.૧૧ લાખ કરોડ રૂપિયાનો જેકપોટ તૈયાર હશે. આ રકમ સરકારને નાણાકીય ખાદ્ય અંકુશમાં રાખવામાં મદદ કરશે. રિઝર્વ બેન્કે સરકારને અત્યાર સુધીમાં સૌથી વધુ ડિવિડન્ડ ર૦૧૮-૧૯ માં ચૂકવ્યું હતું. આ રકમ મરૂ. ૧.૭૬ લાખ કરોડ હતી. રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટર્સની ગવર્નર શશીકાંતા દાસની આગેવાની હેઠળ મળેલી ૬૦૮ મી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રિઝર્વ બેન્કે સરકારને નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ પેટે રૂ. ર,૧૦,૮૭૪ કરોડ રૂપિયા અનામત પેટે ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. આ રકમ સરકારને વર્તમાન નાણાકીય વર્ષ માટેની ખાદ્ય જીડીપીના પ.૧ ટકા એટલે કે ૧૭.૩૪ લાખ કરોડ રૂપિયા પર રાખવામાં મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે સરકારે ર૦ર૪-રપ ના બજેટમાં રિઝર્વ બેન્ક અને જાહેર નાણા સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ પેટે ૧.૦ર લાખ કરોડ રૂપિયાની આશા રાખી હતી. તેના બદલે તેનાથી બમણી રકમ તો એકલી રિઝર્વ બેન્કે જ આપી દીધી છે. આ ઉપરાંત તાજેતરમાં જ જીએસટીનું માસિક કલેકશન બે લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આગામી સમયમાં પણ જીએસટી કલેકશનમાં ઊંચા દરે વૃદ્ધિ જારી રહે તેવી સંભાવના છે. આમ હાલમાં તો સરકારને બધા મોરચે સારા સમાચાર મળી રહ્યા છે.
કરન્સી પ્રિન્ટિંગ ફી મારફત થતી આવક, ડોલર રિઝર્વના મૂલ્યાંકનમાં વધઘટ તથા ઈન્વેસ્ટમેન્ટસ પર થતી આવકમાંથી વધારાની આવક રિઝર્વ બેન્ક દર વર્ષે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરે છે. રકમ ટ્રાન્સફર કરવામાં બિમલ જાલન સમિતિએ કરેલી ભલામણને ધ્યાનમાં લેવામાં આવે છે, એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial