Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષના પ્રોબેશન પર તથા રૂ. ૧૦ હજાર આપવા આદેશઃ
જામનગર તા. ૨૩: જામનગરના લાલબંગલા નજીક એક વિકલાંગ વ્યક્તિ પર સ્ટેમ્પ વેન્ડર એસોસિએશનના પૂર્વ પ્રમુખે હુમલો કર્યાની ફરિયાદ થયા પછી નીચેની કોર્ટે તે બનાવની હકીકતને માની હતી પરંતુ સજા કે વળતરનો હુકમ ન કરતા તે હુકમ સામે ફરિયાદીએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. સેશન્સ કોર્ટે બે વર્ષના પ્રોબેશન પર તથા રૂ. ૧૦ હજાર વળતર પેટે ચૂકવવાનો પૂર્વ પ્રમુખને હુકમ કર્યાે છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ લાલબંગલા કમ્પાઉન્ડમાં સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતા અને સ્ટેમ્પ વેન્ડર એસો.ના પૂર્વ પ્રમુખ કિરણભાઈ આર. દવેએ ત્યાં જ ટાઈપીંગ કરી રોજગારી મેળવતા વિકલાંગ મનજીભાઈ વેલજીભાઈ રાઠોડ પાસે થોડા વખત પહેલાં કોઈ કામ માટે ડીસમીસ માંગી હતી. તેથી મનજીભાઈએ ડીસમીસ આપી હતી. ત્યારપછી ડીસમીસ પરત મંગાતા કિરણકુમારે ગાળો ભાંડી ધમકી આપી હતી અને વિકલાંગ મનજીભાઈને ઢીકાપાટુથી માર માર્યાે હતો.
આ બાબતની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) તથા ડિસેબિલિટી એક્ટની કલમ ૯ર હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે કિરણકુમારને આઈપીસી ૩૨૩ અને ડિસેબિલિટી એક્ટની કલમ ૯૨ હેઠળ તક્સીરવાન ઠરાવ્યો હતો. તેમજ પ્રોબેશનનો લાભ આપી એક વર્ષ માટે તેને મુક્ત કર્યાે હતો.
આ હુકમ સામે મનજી ભાઈએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, બનાવના સ્થળ પાસે સિટી તથા ગ્રામ્ય ડીવાયએસપીની અને એલસીબી, એસઓજીની ઓફિસ છે, કલેક્ટરનો બંગલો છે. તેમ છતાં કિરણકુમારે વિકલાંગ વ્યક્તિને માર માર્યાે હતો. આ બાબત નીચેની અદાલતે માની છે પરંતુ સજા કે વળતરનો હુકમ કર્યાે નથી. તેથી આ વ્યક્તિને આપવામાં આવેલો પ્રોબેશનનો લાભ રદ્દ કરવામાં આવે.
અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નીચેની કોર્ટનો પ્રોબેશનનો લાભ આપવાનો હુકમ રદ્દ કર્યાે છે અને બે વર્ષના પ્રોબેશન પર તેમજ ફરિયાદીને રૂ. ૧૦ હજાર વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial