Advertisement
Author: નોબત સમાચાર

બંગાળની ખાડીમાં લોપ્રેશર પછી વાવાઝોડા સાથે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત સહિતના આઠ રાજ્યોમાં પ્રચંડ ગરમીઃ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચનાઃ જૂનના પ્રારંભે મુંબઈમાં ચોમાસુ

નવી દિલ્હી તા. ર૩: બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાયુ છે, જે ચક્રવાત કે વાવાઝોડામાં પરિવર્તિત થતા સીધી અસરો દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં થઈ શકે છે, અને ભારે વરસાદ પણ થઈ શકે છે, આ પ્રકારની હવામાન ખાતાની આગાહી પછી ઓડિશાના તંત્રોને સાબદા રખાયા છે, અને વાવાઝોડા, વરસાદના સંદર્ભે વિવિધ પ્રકારના એલર્ટ અપાયા છે.

હવામાન ખાતાએ વિવિધ કારણે વિવિધ એલર્ટ આપ્યા છે અને શુક્રવાર સુધીમાં તે ચક્રવાત એટલે કે, વાવાઝોડામાં રૂપાંતરિત થવાની સંભાવના વધી ગઈ છે. જેના કારણે ઓડિશા, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિણામના પ્રભાવ હેઠળ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર એક લો પ્રેશર ઝોન સર્જાયું છે. શુક્રવારથી બાલાસોર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ (૭ સેમીથી ૧૧ સેમી) અને ઉત્તર ઓડિશાના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થવાની અપેક્ષા છે.

હવામાન વિભાગે માછીમારોને ગુરૂવાર અને શુક્રવારે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે કારણ કે દરિયાની સ્થિતિ ઉબડ-ખાબડ રહેવાની ધારણા છે. માછીમારોને ગુરૂવાર સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી. ઓડિશાના વિશેષ રાહત કમિશનરે જિલ્લા મેજીસ્ટ્રેટને સતર્ક રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા વિનંતી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં ૩પ-૪પ કિમી પ્રતિ કલાકથી પપ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે ધીરે ધીરે બંગાળની ખાડીમાં ૪૦-પ૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ૬૦ કિમી પ્રતિ કલાક સુધી વધશે. વિભાગે જણાવ્યું કે, શુક્રવાર સવારથી પ૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તે ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

ઉત્તર-પશ્ચિમ ભારત, ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી ગંભીર સુધીની ગરમીની લહેર ચાલુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે બુધવારે આ જાણકારી આપી. હવામાન વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, રર થી ર૬ મે સુધી પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ  મધ્ય પ્રદેશ અને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીની લહેર ચાલુ રહેશે. મીડિયા અહેવાલો મુજબ જૂનના પ્રારંભથી જ મુંબઈમાં ચોમાસુ બેસી જાય તો ગુજરાતમાં પણ સમયસર વર્ષાઋતુનો પ્રારંભ થઈ શકે છે.

મીડિયા અહેવાલો મુજબ હાલમાં ચોમાસુ દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવ કોમરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો, આંદામાન નિકોબારના ભાગોમાં આગળ વધ્યું છે. આ સિસ્ટમ્સ કાલે ડિપ્રેશનમાં પરિવર્તીત થશે, ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે તા. રપ મી સુધીમાં ઉત્તર-પૂર્વ લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી કરશે. આ વાવાઝોડુ ગુજરાતને અસરકર્તા નથી. પરંતુ આકરા તાપમાં શેકાવું જ પડશે, હાલ તો ગરમીમાં કોઈ રાહત મળશે નહીં, ર૭ મી મે સુધી તાપમાનનો પારો ૪૩ થી ૪૬ ડીગ્રીની રેન્જમાં જ રહેશે.

ગુજરાતમાં ર૭ મી મે સુધી મહત્તમ તાપમાન ૪૩ થી ૪૬ ડિગ્રીની રેન્જમાં જ જોવા મળશે. બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસ હજુ આગળ વધશે ત્યારે બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર બન્યું છે. આ સિસ્ટમ્સ ઉત્તરોતર મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તીત જશે.

જૂનના પ્રથમ અઠવાડિયામાં મુંબઈમાં ચોમાસુ બેસી જશે

કેરળ અને તમિલનાડુની સાથે જૂનના પ્રથમ સપ્તાહથી મુંબઈમાં ચોમાસાનો વરસાદ શરૂ થવાની શકયતા છે. હવામાન ખાતાની આગાહી મુજબ અનુકૂળ વાદળોની સ્થિતિ અને ભેજની હાજરી પ્રથમ અઠવાડિયા દરમિયાન મધ્યમ વરસાદ લાવશે, મુંબઈમાં જૂનના મધ્યથી ભારે વરસાદની અપેક્ષા છે. આમ જૂનના પ્રારંભે જ મુંબઈમાં ચોમાસુ બેસી જશે, તેવા મીડિયા અહેવાલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh