Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં માછીમારી પર પ્રતિબંધ

આગામી તા. ૧ જૂનથી તા. ૩૧ જૂલાઈ સુધી

જામનગર તા. ર૩ : જામનગર જિલ્લામાં જુદા જુદા બંદરોથી માછીમારો માછીમારી અર્થે દરિયામાં જતાં હોય છે. દરિયામાં અંદર ગયા બાદ વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની માહિતી સંબંધિત માછીમારોને ચેતવણી સંદેશો આપવો શકય નથી હોતો. દરેક વર્ષે જૂન માસથી દરિયામાં તોફાનનું પ્રમાણ વધે છે.

આ અંગે, મત્સ્યોદ્યોગ ખાતું અને પોર્ટ ઓફિસરો દ્વારા માછીમારોને આ સિઝનમાં માછીમારી કરવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનધિકૃત રીતે માછીમારો દરિયામાં અંદર જતાં રહે છે, ત્યારે તેમનું જાનનું જોખમ નિવારવા માટે તેમને અનિવાર્યપણે દરિયામાં જતાં અટકાવવા જરૂરી જણાય છે.

તેથી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા જામનગર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારથી લઈને ક્રીક વિસ્તાર સુધી કોઈપણ માછીમારોને કે અન્ય કોઈપણ વ્યક્તિઓને અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧ જૂનથી તા. ૩૧ જૂલાઈ ર૦ર૪ સુધી આ બંને વિસ્તારોમાં તમામ વ્યક્તિઓએ કોઈપણ હેતુસર દરિયામાં અવર-જવર કરવી નહીં, તેમજ કોઈપણ બોટને અંદર લઈ જવી નહીં.

પોર્ટ પર આવતા વ્યાપારિક જહાજો, લશ્કરી, અને પોલીસ દળો, ગુજરાત મેરી ટાઈમ બોર્ડની બોટ્સ, સમક્ષ અધિકારી દ્વારા અવર-જવર કરવા માટે અધિકૃત કરવામાં આવેલી પેસેન્જર બોટ્સ, નોન મોટરાઈઝ ક્રાફટ, લાકડાંની બીન યાંત્રિક એક લકડી હોડી, શઢ વાળી હોડી અને પગડીયા માછીમારોને ઉપરોકત પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh