Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ખેડૂતો માટે કપાસ પાકના વાવેતરની માર્ગદર્શિકા

હવામાન વિભાગની આગાહી અનુસાર

જામનગર તા. ર૩ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોમાસાની સિઝન તા. ૧૯ જૂનથી શરૂ થવાની શકયતા રહેલી છે, તેથી કપાસ પાકના આગોતરા વાવેતર માટે જે ખેડૂતોને પિયતની સગવડ હોય તો તે ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ. અન્યથા બીજા પાકના ઉત્પાદનમાં અસર પહોંચવાની શકયતા રહેલી છે. તેથી જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

બિયારણની ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી તેનું પુરૃં નામ, લાયસન્સ નંબર, સરનામું, જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગતો દર્શાવતું સહી સાથેનું અવશ્ય લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનોના ધરાવતા હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં, જેથી ખેડૂતો સાથે છેતરપિંડી ના થાય.

રાજ્યમાં કપાસ પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણ અને રાસાયણિક ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ના કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જોઈએ. જેથી સંભવિત જોખમ નિવારી શકાય.

આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ બિયારણ અને ખાતરની જરૂરિયાત મુજબ જુદીજુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવી જોઈએ. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ કરવામાં આવતું હોય અને રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતર સિવાયના અન્ય ખાતરો ફરજીયાત રીતે આપવામાં આવતા હોવાની બાબત જો ધ્યાનમાં આવે, તો તે અંગે તુરંત જ જે-તે તાલુકાના ખેતીવાડી અધિકારીને અથવા અત્રેની કચેરીના ફોન નંબર ૦ર૮૮-રપપ૧૧૩૭ પર જાણ કરવાની રહેશે. તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ બી.એમ. આગઠ, યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh