Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ તે હોસ્પિટલ છે કે?
જામનગર તા. ર૩: જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં હાડ-માંસના લોચા મોઢામાં લઈને આંટા ફેરા કરતા કૂતરાના વીડિયો વાયરલ થતાં ચકચાર જાગી છે તો બીજી તરફ રાબેતા મુજબ તપાસ થશે તેવો જવાબ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવ્યો છે. જો કે, અગાઉ પણ અનેક બેદરકારી સામે આવી છે પરંતુ એક પણ બનાવમાં પગલા લેવાયા નથી ત્યારે વધુ એક બનાવે વિવાદ ઊભો કર્યો છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ (જી.જી.હોસ્પિટલ) અવાર-નવાર કોઈને કોઈ મુદ્દે વિવાદમાં રહેતી હોય છે.
તેમાં પણ મસ મોટી સિક્યોરીટી ફૌજ તો સાવ શોભાના ગાંઠીયા સમાન સાબીત થઈ રહી છે. જ્યારે વધુ એક બનાવે ભારે વિવાદ સર્જયો છે.
ઓપરેશન થિયેટરમાંથી માંસના લોચા લઈને કૂતરા હોસ્પિટલ પરિસરમાં આંટાફેરા કરતા હોવાના વીડિયો વાયરલ થતા ચકચાર જાગી છે. આ અંગે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. તિવારીએ કહ્યું હતું કે તપાસનો આદેશો આપ્યા છે અને કસુરવારો સામે પગલા લેવામાં આવશે પરંતુ શું ખરેખર તપાસ થશે? કોઈ સામે પગલા લેવાશે ખરા? અગાઉ કોની સામે પગલા લેવાયા? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial