Advertisement
Author: નોબત સમાચાર

પતિની બીમારીથી લાગી આવતા કાલાવડમાં પરિણીતાનો ગળાફાંસો

મૃતકના પિતાનું પોલીસે નોંધ્યું નિવેદનઃ

જામનગર તા. ૨૩: કાલાવડના એક યુવાન સાથે આઠેક મહિના પહેલાં નિકાહ કરનાર મહિલાએ પતિની બીમારીના કારણે લાગી આવતા ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતક મહિલાના પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

કાલાવડ શહેરના કુંભનાથ પરામાં રહેતા યાસીન છુવારા સાથે મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઉમરગઢ ગામના સબીસ્તાબેન સોયબ મોવર (ઉ.વ.૨૭)ના બીજા નિકાહ આઠેક મહિના પહેલાં થયા હતા.

લગ્ન પછી સબીસ્તાબેનને જાણ થઈ હતી કે તેમના પતિ માનસિક અસ્થિરતાથી પીડાઈ રહ્યા છે અને સુખ આપી શકે તેમ નથી. આ બાબતથી લાગી આવતા સબીસ્તાબેને ગયા ગઈકાલે સવારે પોતાના ઘરમાં એક ઓરડામાં રહેલા પંખામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં નીચે ઉતારી સબીસ્તાબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પિતા સોયબભાઈ અબુભાઈ મોવરે પોલીસને જાણ કરી છે. કાલાવડના પીએસઆઈ જે.એસ. ગોવાણીએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી પિતાનું નિવેદન નોંધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh