Advertisement
Author: નોબત સમાચાર

ભંગડાના વૃદ્ધને ભરખી ગયો હૃદયરોગઃ શ્રમિક પર મોત બનીને થાંભલો ત્રાટક્યો

અલીયાબાડાના પ્રૌઢનું બેભાન બન્યા પછી મૃત્યુઃ અપમૃત્યુના પાંચ બનાવઃ

જામનગર તા. ૨૩: કાલાવડના ભંગડા ગામના વૃદ્ધનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યંુ હતું. અલીયાબાડાના યુવાનનું બેભાન થઈ ગયા પછી મૃત્યુ થયું છે. નગરના પ્રૌઢનું તબીયત બગડયા પછી નિધન થયું છે. જ્યારે બાંધકામના સ્થળે લપસી પડેલા શ્રમિક પર કાળનો પંજો પડ્યો છે. જામજોધપુરના વાલાસણમાં પડી ગયેલો થાંભલો ઉભો કરતા શ્રમિક પર થાંભલો મોત બનીને ત્રાટક્યો છે.

કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં રહેતા પ્રફુલસિંહ પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે પોતાના ઘરમાં હતા ત્યારે બેભાન બની જતાં તેઓને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ વૃદ્ધનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયાનું ખૂલ્યું છે. તેમના પુત્ર રાજદીપસિંહે પોલીસને જાણ કરી છે.

જામનગરના ગોકુલનગર નજીક નારાયણનગરમાં વસવાટ કરતા સતિષભાઈ દામજીભાઈ બુસા (ઉ.વ.૫૪) નામના પ્રૌઢની ગઈકાલે બપોરે તબીયત લથડતા પુત્ર ધવલ બુસાએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના અલીયાબાડા ગામ પાસે રહેતા પ્રવીણભાઈ નારણભાઈ યાદવ (ઉ.વ.૪૫) નામના મહેશ્વરી મેઘવાર યુવાન ગયા શનિવારે બપોરે બાડા ગામ પાસે હતા ત્યારે બેભાન થઈ ગયા હતા. સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા પ્રવીણભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ જીતેન્દ્રભાઈ યાદવે પોલીસને વાકેફ કરી છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં ઝૂંપડામાં વસવાટ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના ઘોઘલા તાલુકાના ગોયાસુંદલ ગામના વતની બાબુભાઈ સોમાભાઈ બારીયા (ઉ.વ.પર) નામના પ્રૌઢ ત્રણેક દિવસ પહેલાં ત્યાં ચાલતા એક બાંધકામમાં મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે સવારના સમયે કોઈ રીતે પડી જતાં તેમને માથામાં ઈજા થઈ હતી. આ કામના કોન્ટ્રાક્ટર દુષ્યંત બોરીચાએ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવારમાં ખસેડ્યા હતા. જ્યાં ગઈકાલે બાબુભાઈનું મૃત્યુ નિપજ્યંુ છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં સગર સોસાયટીમાં ગઈકાલે બપોરે રાજકુમાર છત્રસિંહ બારીયા (ઉ.વ.ર૭) નામનો યુવાન પડી ગયેલો ઈલેકટ્રીકનો થાંભલો ઉભો કરતો હતો. આ વેળાએ થોડો ઉંચો થયેલો થાંભલો ફરીથી ધરાશાયી થતાં અને તેનો એક ભાગ રાજકુમારના માથાના પાછળના ભાગમાં વાગી જતાં આ યુવાન ગંભીર ઈજા પામ્યો હતો. તેને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ટૂંકી સારવારના અંતે તેનું મૃત્યુ નિપજ્યંુ છે. મૃતકના નાના ભાઈ ગણપત બારીયાએ પોલીસને જાણ કરી છે.

મૃતક યુવાન તથા તેનો ભાઈ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના કુવાઝર ગામમાંથી ખેતમજૂરી કરવા આવ્યા હતા અને વાલાસણમાં હીરેન પરમાર નામના આસામીના ખેતરમાં મજૂરીકામ કરતા હતા. તેમાં ઈલેકટ્રીકનો થાંભલો પડી જતાં તેને ઉભો કરવા માટે ગઈકાલે સવારે આ શ્રમિકો જહેમત ઉઠાવતા હતા અને થાંભલો ફરીથી પડતા રાજકુમારે જીવ ગૂમાવ્યો હતો. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh