Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જાતતપાસઃ
અમદાવાદ તા. ર૩: ગુજરાતમાં ફરી નકલી કચેરી કાંડ ઝડપાયું છે, અને સિંચાઈ વિભાગની બોગસ કચેરી હોવાનો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કરતા ખળભળાટ મચી ગયો છે.
અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આ નકલી કચેરીમાંથી પ૦ થી વધુ રબ્બર સ્ટેમ્પ, લેટર પેડ, બીલો, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો તપાસ દરમિયાન પોલીસને મુદ્દામાલ મળી આવ્યો હોવાના અહેવાલો વહેતા થતા ખળભળાટ મચી ગયો છે.
સિંચાઈના વર્તમાન અને નિવૃત્ત અધિકારીઓ નકલી કચેરી ચલાવતા હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને નિવૃત્ત અધિકારીઓ સહિત ૪ થી પ લોકો કામ કરતા જોવા મળ્યા હતાં. નકલી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો. તે પછી મોડાસા ટાઉન પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને તપાસ હાથ ધરી હતી.
રાજ્યના દાહોદ જિલ્લા અને બોડેલી તાલુકામાં નકલી સિંચાઈ કચેરી ઝડપાયા પછી નકલી કચેરીનો સિલસિલો ચાલુ રહ્યો હતો. જેમાં રર કરોડના કૌભાંડ પણ બહાર આવ્યા હતાં. અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા ૩ વર્ષથી એક કચેરીમાં સિંચાઈ વિભાગનો વહીવટ ચાલતો હોવાની ફરિયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને મળી હતી.
આ મુદ્દે ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસવડાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાતા બુધવારના ધારાસભ્યએ મોડાસાની તિરૂપતિ રાજ રેસિડેન્સીમાં કાર્યરત કથિત નકલી કચેરીની સ્થળ તપાસ હાથ ધરી હતી. આ કચેરીમાંથી પ૦ થી વધુ રબ્બર સ્ટેમ્પ, કોરા બીલ, લેટર પેડ, તળાવો ભરવાની મંજુરીના પત્રો, પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની સાહિત્ય મળી આવ્યું હતું. સિંચાઈ વિભાગની નકલી કચેરીમાંથી ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, ક્રિષ્ણા ટ્રેડર્સ, શિવમ્ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોર બીલો મળી આવ્યા હતાં અને કચેરીમાં તપાસ દરમિયાન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને આ જ વિભાગના નિવૃત્ત ડી.ઈ. સહિત ૪ થી પ લોકો કામ કરતા જોવા મળ્યા હતાં.
મોડાસામાં નકલી કચેરી મળી આવી એવા વાયુવેગે સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસર્યા હતાં અને મોડાસા ટાઉન પોલીસ, એલસીબી સહિત પંચાયતના અધિકારીની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. મોડાસાની એક રેસિડેન્સીમાં સિંચાઈ વિભાગની કાર્યરત કચેરી નકલી હોવાની શંકાના આધારે ધારાસભ્ય દ્વારા તંત્રને ફોન કરાતા જિલ્લા ડીડીઓ અને આરએસીની સૂચના પછી ટીમ આ સ્થળે પહોંચી હતી.
જો કે, આ કચેરી અસલી છે કે નકલી તે તંત્રના જવાબદાર અધિકારીને જાણે જાણ જ ન હોય એમ બધા અધિકારીઓએ ગોળગોળ જવાબ આપવાનું પસંદ કર્યું હતું, અને ડીડીઓ ઈન્ચાર્જ આર.એન. કુચારાએ તપાસ ચાલુ છે રિપોર્ટ પછી કાર્યવાહી કરીશુંનું રટણ કર્યું હતું.
ડેપ્યુટી ડીડીઓ પ્રજાપતિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કચેરીમાંથી મળી આવેલી ચીજવસ્તુઓ કે જેનું લાંબુ લચ્ચ લીસ્ટ તેયાર કરી પંચ રોજકામ કરાયું છે. કસ્ટડીમાં લીધેલા એ વસ્તુઓ ઉચ્ચકક્ષાએ મોકલી તપાસ હાથ ધરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial