Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૮.૪ ડીગ્રીઃ ગરમી-બફારાથી લોકો અકળાયા

જામનગર તા. ર૩: જામનગરમાં પણ ગરમીનું પ્રમાણ દરરોજ વધી રહ્યું છે. તાપમાનમાં બે દિવસમાં બે ડીગ્રીનો વધારો નોંધાતા નગરજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે અને ભરબપોરે જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી વચ્ચે જામનગરમાં પણ તાપમાનનો પારો ઊંચે તરફ શરકી રહ્યો છે અને વધતા તાપમાનથી લોકો અકળાઈ રહ્યા છે.

આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૮.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૮પ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૭.પ અને તેના આગલા દિવસે ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું. આમ ગઈકાલની સરખામણીએ એક ડીગ્રી અને બે દિવસમાં તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થયો છે. સુખા તાપમાન અને ભેજનું વધુ પ્રમાણ અકળામણ કરી રહ્યું છે. આમ છતાં સૌરાષ્ટ્રના અન્ય કેટલાક શહેરોની સરખામણીએ જામનગરમાં ઘણું નીચુ તાપમાન જળવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh