Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટરની દરમિયાનગીરી જરૂરીઃ
જામનગર તા. ર૩: રૂ. ૧૦ ના ભારતીય ચલણી સિક્કાને જામનગરમાં કોઈ લેણ-દેણમાં ઉપયોગ કરતું નથી. આવુ જ રાજકોટમાં પણ છે. આથી રાજકોટ જિલ્લા કલેક્ટરે તાકીદે બેઠક બોલાવી તેનો ઉપયોગ કરવા સૂચના આપી. શું જામનગરમાં પણ આવું થઈ શકે નહીં?
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજી રૂ. ૧૦ ના સિક્કા બેંક ગ્રાહક પાસેથી સ્વીકારવા માટેની સૂચના આપી હતી અને વેપારીઓને પણ આ રૂ. ૧૦ ના સિક્કાનો લેવડ-દેવડમાં ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ રૂ. ૧૦ ના સિક્કા આર.બી.આઈ. દ્વારા અપાય છે. જેનો વ્યવહાર કાયદેસર છે. આથી લોકો નિસંકોચપણે તેનો ઉપયોગ કરે તે જરૂરી છે. રાજકોટ કલેક્ટરની આ પહેલ આવકાર્ય છે.
જામનગરમાં પણ રૂ. ૧૦ ના ચલણી સિક્કાઓ કોઈ દુકાનદાર સ્વીકારતા નથી, જ્યારે જિલ્લા કલેક્ટરે આ માટે જરૂરી બેઠક બોલાવી નગરના વેપારી આગેવાનો, બેંક અધિકારીઓને બોલાવી જરૂરી સૂચના આપવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial