Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પ. બંગાળમાં ભડકી હિંસાઃ
કોલકાતા તા. ર૩: પં. બંગાળમાં ૬ઠ્ઠા તબક્કાના મતદાન પહેલા હિંસા ભડકી છે, અને બે પક્ષ વચ્ચે ભારે બબાલ થતા ભાજપના એક કાર્યકર્તાનું મોત થયું છે, અને ૭ ઘાયલ થયા છે.
લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પ. બંગાળના નંદીગ્રામમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા અથડામણમાં ભાજપની એક મહિલા કાર્યકર મૃત્યુ પામી ચૂકી છે. આ અથડામણમાં ભાજપના ૭ કાર્યકરો પણ ઘવાયા છે.
આ ઘટના નંદીગ્રામના સોનચૂરામાં બની હતી. અહીં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો પરસ્પર બાખડી પડ્યા હતાં. ટીએમસીના કાર્યકરો પર આરોપ લાવ્યો છે કે તેમણે ધારદાર હથિયારો વડે ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં મૃતક મહિલા ભાજપ કાર્યકરનું નામ રથીબાલા આડી હોવાનું સામે આવ્યું છે.
આ પહેલીવાર નથી જ્યારે પ. બંગાળના કોઈ વિસતારમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ જોવા મળી છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે જેમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો સામસામે બાખડી ચૂક્યા છે અને હિંસા પણ ભડકી છે.
તાજેતરમાં ર૦ મે ના બંગાળના બેરકપૂરમાં ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ અને ટીએમસી કાર્યકર વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસની હાજરીમાં આ ઘટના બની હતી. તેના પછી વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. આ ઘટનાના સોશિયલ મીડિયા પર કૂટેજ પણ વાયરલ થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial