Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકા કચેરીમાં ગઈકાલે મ્યુનિ. કમિશનરે પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શહેરમાં ચાલતા વિકાસ કામના સ્થળે કરવાની થતી કામગીરી બાબતે જરૂરી સૂચના આપી હતી. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ ગઈકાલે વીજ કંપનીના અધિકારીઓ સાથે સંકલન માટે બેઠક યોજી હતી. ખાસ કરીને શહેરમાં ચાલતા ઓવરબ્રીજ, અન્ડરબ્રીજના કામના સ્થળે નડતરરૂપ વીજ પોલ, ટ્રાન્સફોર્મર તાકીદે બદલવા, લાઈન શિફટીંગનું કામ ઝડપથી કરવું ઉપરાંત પ્રી-મોન્સુન કામગીરી અન્વયે વીજ વાયરને નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવામાં આવે છે. તેને ઝડપથી રોડ ઉપરથી દૂર ખસેડવા, વગેરે અંગે કંપની પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં સિટી ઈજનેર ભાવેશ જાની, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર વાય.આર. જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial