Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા પછી હવે
ખંભાળીયા તા. ર૩ : ગઈકાલે ઓખા નગરપાલિકાના બિનહરીફ પ્રમુખ - ઉપપ્રમુખ ચૂંટાયા તે પછી હવે વિવિધ કમિટીઓના ચેરમેનોની નિમણૂકો સામાન્ય સભામાં થશે તેવા અહેવાલો છે.
ઓખા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરિફ નિમાયા પછી હવે ખંભાળીયાના કારોબારી ચેરમેન તરીકે હાલ કોઈની વરણી થઈ નથી પરંતુ આગામી સામાન્યસભા યોજાશે તેમાં કારોબારી ચેરમેનની અઢી વર્ષ માટે નિયુક્તિ થશે તથા બાકીની કમિટીઓના ચેરમેનોની પણ નિમણૂક થશે.
નવા હોદ્દેદારો બીનહરીફ નિમાતા ધારાસભ્ય પબુભા માણેક, હોદ્દેદારો ઓખા શહેર પ્રમુખ દિલીપભાઈ કોટેચા ભાજપ જિલ્લા મહામંત્રી ભરતભાઈ ગોજીયા, અગ્રણી હોદ્દેદારો ખેરાજ ભા કેર, પરબતભાઈ વરૂ, ધીરજલાલ ટાકોદરા, રમેશભાઈ હેરમા વિગેરેએ અભિનંદન પાઠવ્યા હતા તથા બન્ને હોદ્દેદારોએ શહેરનો વિકાસ કરવા કટીબદ્ધતા દર્શાવી હતી.
સામાન્ય રીતે પાલિકામાં નોરિપીટ ભાજપ કરે છે ભલે તે ધારાસભા - લોકસભામાં બે-ત્રણ વખત રિપીટ થાય પણ ઓખા નગરપાલિકામાં ગત ટર્મમાં કારોબારી ચેરમેન રાજુભાઈ કોટકને પ્રમુખ બનાવાયા છે, એક જ ટર્મ પાંચ વર્ષમાં પ્રમુખ કારોબારી ચેરમેન બે હોદ્દા મળ્યા છે.
ઉલ્લેખનિય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી ઓખા નગરપાલિકા કે જેમા ઓખા, બેટ, આરંભડા, મીઠાપુર, સુરજકરાડી સહિતના વિસ્તારો આવે છે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનની અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં ગઈકાલે ડે. ડીડીઓ પૃથ્વીરાજસિંહ ગોહિલ તથા પાલિકા ચીફ ઓફિસર શુકલાની ઉપસ્થિતિમાં ચૂંટણી પાલિકાની સામાન્ય સભા બોલાવીને યોજાઈ હતી. આ માટે દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરના માર્ગદર્શન હેઠળ પક્ષનો મેનેડેટ લઈને મહામંત્રી ભરતભાઈ ગોજીયા, ધીરજલાલ ટાકોદરા, પરબતભાઈ વરૂ વિગેરે પહોંચી ગયા હતા તથા મેન્ડેટ બજાવ્યો હતો અને પ્રમુખ તરીકે રાજુભાઈ છોટાલાલ કોટક તથા ઉપપ્રમુખ તરીકે હાડાભા બી. માણેક બીનહરીફ વિજેતા જાહેર કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial