Advertisement
Author: નોબત સમાચાર

સરકારે ટોલ ટેક્ષ દ્વારા પાંચ વર્ષમાં વસુલ્યા રૂ. ૧.૯૩ લાખ કરોડ

ટોપ ટેન ટોલ પ્લાઝામાં ગુજરાતના ભરથાણા અને ચોર્યાસી ટોલનાકાઓનો સમાવેશ

નવી દિલ્હી તા. ૨૪: સરકાર માટે ટોલ ટેક્ષ કમાઉ દીકરો પુરવાર થયો છે. ટોપ ટેન કમાઉ ટોલ પ્લાઝામાં બે ગુજરાતના, બે રાજસ્થાનના, બે યુપીના છે. જયારે હરિયાણા-પં-બંગાળ-તામિલનાડુ-બિહારના ૧-૧ છે. વડોદરા-ભરૂચ વચ્ચેનો ટોલ પ્લાઝાની સૌથી વધુ કમાણી રૂ. ૨૦૪૩.૮૧ કરોડ નોંધાઈ છે.

દેશના તમામ હાઇવે પર આવેલા બધા ટોલ પ્લાઝા પરથી સરકારે છેલ્લા ૫ વર્ષમાં ૧.૯૩ લાખ કરોડ રૂપિયા વસુલ કર્યો છે. જે પૈકી ટોચના ૧૦ ટોલ કલેક્શન પ્લાઝાનો છેલ્લા ૫ વર્ષનો કલેક્શનનો આંકડો લગભગ ૧૪ હજાર કરોડ રૂપિયા છે. આ આંકડો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (મોર્થ)એ ૨૦ માર્ચે લોકસભામાં આપ્યો છે.

પ્રાપ્ત થતી વધુ માહિતી અનુસાર, ભરથાણા એ ટોલ પ્લાઝા છે જે દેશમાં સૌથી વધુ ટોલ વસૂલ કરે છે. ગુજરાતમાં એનએચ-૪૮ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત આ ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં (૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪) ૨,૦૪૩.૮૧ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. ફક્ત ૨૦૨૩-૨૪ માં, તેણે સૌથી વધુ રૂ. ૪૭૨.૬૫ કરોડનો ટોલ વસૂલ કર્યો. ટોલ કમાણીની યાદીમાં બીજા સ્થાને રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝા છે. તે એનએચ-૪૮ ના ગુડગાંવ-કોટપુતલી-જયપુર વિભાગ પર સ્થિત છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા પર ૧,૮૮૪.૪૬ કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવ્યો છે. ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળનો જલધુલાગોરી ટોલ પ્લાઝા આવે છે. તેણે ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધીના પાંચ વર્ષમાં ૧,૫૩૮.૯૧ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ કર્યો. ઉત્તર પ્રદેશના બરાજોધા ટોલ પ્લાઝાએ પાંચ વર્ષમાં રૂ. ૧,૪૮૦.૭૫ કરોડનો ટોલ વસૂલ્યો છે અને તે યાદીમાં ચોથા ક્રમે છે. ટોચના ૧૦ કમાણી કરતા પ્લાઝાની યાદીમાં ભરથાણા (ગુજરાત) (એનએચ-૪૮) - રૂ.૨,૦૪૩.૮૧ કરોડ, શાહજહાંપુર (રાજસ્થાન) (એનએચ-૪૮) - રૂ.૧,૮૮૪.૪૬ કરોડ, જલાધુલાગોરી (પશ્ચિમ બંગાળ) (એનએચ-૧૬) - રૂ.૧,૫૩૮.૯૧ કરોડ, બરાજોદ (ઉત્તર પ્રદેશ) (એનએચ-૧૯) - રૂ.૧,૪૮૦.૭૫ કરોડ, ઘરૌંડા (હરિયાણા) (એનએચ-૪૪) - રૂ.૧,૩૧૪.૩૭ કરોડ, ચોર્યાસી (ગુજરાત) (એનએચ-૪૮) - રૂ.૧,૨૭૨.૫૭ કરોડ, ઠિકરિયા/જયપુર પ્લાઝા (રાજસ્થાન) (એનએચ-૪૮) - રૂ.૧,૧૬૧.૧૯ કરોડ, એલ એન્ડ ટી કળષ્ણગિરી થોપ્પુર (તમિલનાડુ) (એનએચ-૪૪) - રૂ.૧,૧૨૪.૧૮ કરોડ, નવાબગંજ (ઉત્તર પ્રદેશ) (એનએચ-૨૫) - રૂ.૧,૦૯૬.૯૧ કરોડ, સાસારામ (બિહાર) (એનએચ-૨) - રૂ.૧,૦૭૧.૩૬ કરોડ નો સમાવેશ થાય છે.

ટોચના ૧૦ કમાણી કરતા ટોલ પ્લાઝાની યાદીમાં, બે પ્લાઝા ગુજરાતના, બે રાજસ્થાનના અને બે ઉત્તર પ્રદેશના છે. જ્યારે એક-એક હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને બિહારનો છે.

આ ૧૦ સૌથી વધુ કમાણી કરતા ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૩,૯૮૮.૫૧ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ ૧૦ પ્લાઝાએ મળીને દેશના કુલ ટોલ કલેક્શનના ૭% થી વધુ ટોલ કલેક્શન એકત્રિત કર્યું છે. સરકારી આંકડા મુજબ, હાલમાં દેશભરમાં કુલ ૧,૦૬૩ ટોલ પ્લાઝા છે. જેમાંથી ૪૫૭ ટોલ પ્લાઝા છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh