Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરેશભાઈ રેલવાની સ્મૃતિમાં
જામનગર તા. ૨૪: જામનગરના સુમેર સ્પોર્ટસ કલબ તથા ડિસ્ટ્રી. ચેસ એસોસિએશનના સંયુકત ઉપક્રમે ફકત સિનિયર્સ માટે ઓપન જામનગર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં વરસો સુધી ચેસની રમતના ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરૂ પાડનાર સુરેશભાઈ રેલવાની સ્મૃતિમાં આયોજીત આ ટુર્નામેન્ટ તા. ૨૬-૦૩-૨૦૨૫ને બુધવારના શરૂ થશે અને ટુર્નામેન્ટ રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી ચાલશે. જેમાં દરરોજ એક રાઉન્ડ રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટ સ્વીશ લીગ પદ્ધતિથી રમાડવામાં આવશે. ટુર્નામેન્ટમાં વિજેતા થનાર પ્રથમ ત્રણ ક્રમાંકના ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રસ ધરાવતા ચેસના સિનિયર્સ તેમજ રમતવીરે પોતાનું નામ પંકજભાઈ ગણાત્રા (મો. ૮૫૧૧૧ ૨૩૩૬૦) અથવા નિશાંત સોમૈયા (મો. ૯૯૯૮૦ ૦૧૫૬૭) ઉપર મેસેજ દ્વારા નોંધાવાનું રહેશે. તેમ રાજુભાઈ શેઠ (પ્રમુખ-સુમેર સ્પોર્સ કલબ), પંકજભાઈ ગણાત્રા (ડિસ્ટ્રી. ચેસ એસોસિએશન), નિશાંત સોમૈયા (ડિસ્ટ્રી ચેસ એસોસિએશન) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial