Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રવિવાર તારીખ ૨૩ માર્ચના ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્રણેય પેપરના મળીને કુલ ૪૮૩૬ હાજર અને ૧૧૪ પરીક્ષાર્થીઓ ગેર હાજર રહૃાા હતા. જેમાં ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો નથી. અને પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. જે મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ ૨૩ માર્ચ અને રવિવારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેના સફળ સંચાલન માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો હતો.
જામનગરમાં પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે ૧૩ બિલ્ડીંગ અને ૧૨૫ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ તમામ પરીક્ષા સેન્ટરમાં વહીવટી તંત્ર દ્વારા વર્ગ - ૧ના અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧૨ માં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં ૨૪૬૩ માંથી ૨૪૦૮ હાજર અને ૫૫ વિધાર્થીઓ ગેરહાજર રહૃાા હતા. બપોરે ૧ થી ૨માં બાયોલોજીનું પેપર લેવાયું હતું. જેમ કુલ ૧૪૪૧માંથી ૧૪૦૪ હાજર અને ૩૭ વિધાર્થીઓ ગેરહાજર રહૃાા હતા. જ્યારે બપોરે ૩ થી ૪ના સેશનમાં મેથ્સનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦૪૬માંથી ૧૦૨૪ હાજર અને ૨૨ વિધાર્થીઓ ગેરહાજર રહૃાા હતા.
તમામ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ સંપન્ન થઈ હતી ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial