Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં સોનેરી સોમવારઃ સેન્સેકસમાં ૧૦૩૨ પોઈન્ટનો ઉછાળો

નિફટીમાં પણ બપોરે દોઢના સુમારે ૩૦૮ પોઈન્ટનો વધારોઃ તમામ સેકટર ગ્રીન ઝોનમાં: સતત છઠ્ઠા દિવસે તેજી

મુંબઈ તા. ૨૪: આજે સપ્તાહના પ્રારંભે અને સતત છઠ્ઠા દિવસે શેરબજારમાં રોનક જોવા મળી રહી છે. સેન્સેકસ ૧૦૩૨થી વધુ અપ છે. જયારે નીફટીમાં ૩૦૮થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. સપ્તાહના પ્રારંભે શેરબજારમાં ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે.

આજે સોમવારે શેરબજારની શરૂઆત પણ સોનેરી રહી હતી. ગયા અઠવાડિયે જંગી ઉછાળો નોંધાવ્યા પછી, આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ ખુલતાની સાથે જ ૫૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ખુલતાની સાથે જ ૧૫૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો. આ દરમિયાન, પાવરગ્રીડ, એનટીપીસી, આરવીએનએલ અને આઈઆરઈડીએના શેરમાં ઝડપી ગતિએ સુધારો જોવા મળ્યો. બપોરે દોઢ વાગ્યે સેન્સેકસ ૧૦૩૨ પોઇન્ટ વધીને ૭૭૯૩૭.૬૩ તથા નીફટી ૩૦૮ પોઇન્ટ વધીને ૨૩૬૫૮.૭૫ ઉપર છે.

શેરબજાર ખુલતાની સાથે જ, સેન્સેક્સ તેના અગાઉના બંધ ૭૬,૯૦૫.૫૧ ની સરખામણીમાં મજબૂત તેજી સાથે ૭૭,૪૫૬.૨૭ પર ખુલ્યો અને ટૂંક સમયમાં ૭૭,૪૯૮.૨૯ પર પહોંચી ગયો. આ ઉપરાંત, ફલ્ચ્નો નિફ્ટી ઇન્ડેક્સ ૨૩,૫૧૫.૪૦ પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ૨૩,૩૫૦.૪૦ થી વધીને થયો તે પછી ઈન્ટ્રાડે બપોર સુધી સતત વધારો જોવા મળ્યો.

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે, સોમવારે સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા અને નિફ્ટી-૫૦ એક જ વારમાં ૨૩,૫૦૦ ના આંકને પાર કરી ગયા. શરૂઆતના વેપારમાં, લગભગ ૨૧૭૫ કંપનીઓના શેર લીલા નિશાન પર ઉછાળા સાથે કારોબાર કરવા લાગ્યા, જ્યારે ૪૭૨ શેર એવા હતા જે રેડ ઝોનમાં ઘટાડા સાથે ખુલ્યા, જ્યારે ૧૭૮ શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં.

શેરબજારમાં ટ્રેડ થઈ રહેલા ટોચના ૧૦ શેરોમાં લાર્જ કેપ કેટેગરીમાં પાવર ગ્રીડના શેર ૨.૪૯%, કોટક બેંકના શેર (૨.૩૦%) અને એક્સિસ બેંકના શેર (૨%) ના વધારા સાથે ટ્રેડ થઈ રહૃાા હતા. તો, મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓમાં, આઈજીએલ શેર (૩.૪૬%), આઈઆરઈડીએ (૩.૨૯%), આરવીએનએલ શેર (૩%), મઝગાંવ ડોક શેર (૨.૬૦%) વધારા સાથે ટ્રેડ થઈ રહૃાા હતા. આ ઉપરાંત, સ્મોલકેપ શેરોમાં, જેએનકે ઇન્ડિયા શેર ૧૦%, રેલટેલ શેર ૮.૮૩%, ઝેન્ટેક શેર ૮.૬૫% ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહૃાો હતો.

લાંબા સમય પછી, ગયા અઠવાડિયે ભારતીય શેરબજારમાં મજબૂત ઉપર તરફનો ટ્રેન્ડ શરૂ થયો અને તે હજુ પણ ચાલુ છે. ગયા સપ્તાહના પ્રદર્શન પર નજર કરીએ તો, બજારમાં તેજી વચ્ચે, એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ ૩,૦૭૬.૬ પોઈન્ટ અથવા ૪.૧૬% વધ્યો હતો, તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૯૫૩.૨ પોઈન્ટ અથવા ૪.૨૫% વધ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh