Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિડ્સ કેમ્પસ અને રાજપ્રિત ડે કેર સેન્ટર દ્વારા
જામનગરમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્ધ કમલદીપસિંઘ બજાજના સંચાલનમાં કાર્યરત કિડ્સ કેમ્પસ અને રાજપ્રિત ડે કેર એન્ડ એક્ટીવિટી સેન્ટરનો વાર્ષિકોત્સવ 'એક્સપ્રેશન્સ-ર૦રપ, એ રે ટ્રો એરા'ના શીર્ષક હેઠળ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે જિલ્લા કલેકટર કેતનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં. સ્વાગત પ્રવચન પ્રિન્સીપાલ કમલદીપસિંઘે કર્યું હતું. સંસ્થાના નાના ભુલકાઓએ પ્રાર્થના ગીત, શિવસ્ત્રોતમ ગાન, વેલકમ ડાન્સ, રેટો ફેશન પરેડ, વાલી રિશીત પટેલ દ્વારા ડાન્સ મેડ લી. વાલી કોમલ પટેલ, તૃષા બુસા અને વૈશાલી ભંડેરી દ્વારા ડાન્સ, ડુપ્લીકેટ (ફિલ્મી) વાલી સાજણ ખફીએ પુષ્પાના ગેટઅપમાં અભિનય, બાળકો દ્વારા કવ્વાલી, વાલી પાયલ ડોબરીયા દ્વારા નૃત્ય, આયાન વોરોએ રામાયણના પ્રસંગો અને પ્રશ્નોના ઉત્તર, વિન્ટેજ બોલીવુડ-બ્લેક/વ્હાઈટ ફિલ્મોના ગીતો નૃત્ય સાથે, આશ્વી સીતાપરાએ ફિલ્મી ગીત પર ડાન્સ, વાલી અલ્પા લાલવાણીએ કાવ્યાત્મક રજુઆત, લેખા ગાંધી, મોના ગઢવી, શોભના ડેર, તનજયોત વોરા દ્વારા ડાન્સ રજુ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં મનપા સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, બ્રહ્માકુમારીઝના સુષ્માદીદી તેમજ જિલ્લા કલેકટરના હસ્તે વિવિધ કેટેગરીમાં વાલીઓને ટ્રોફી આપવામાં આવી હતી. બાળકોની કોરીયો ગ્રાફી, વાલીઓ લેખા ગાંધી, મોના ગઢવી, તનજ્યોત વોરા, કોમલ પટેલ, પ્રિતી વડગામા, કાજલ માલદે, પાયલ ડોબરીયા, અવની શિયાણીએ કરી હતી. રાજુ રાયએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડાયરેકટર સ્ટડી શ્રીમતી રીતુ બજાજે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષિકાઓ ઉષા ઓઝા, અલકા બાવરીયા, શકિલા શેખ, દેવલ દોશી, દીશા બાવરીયાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial