Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ-ચાર દિ' માં બેથી ચાર ડિગ્રી તાપમાન વધશે
નવીદિલ્હી તા. ૨૪: દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી તા. ૩-૪ દિવસમાં તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો વધારો થશે. દક્ષિણ ભારતમાં આંધીની શકયતા છે. ૨૬મીએ જમ્મુ કાશ્મીરમાં વરસાદનું એલર્ટ અપાયું છે.
ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ૩થી ૪ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જારી કરી છે. જોકે, દક્ષિણ પ્રાયદ્વીપીય ભારતના મોટાભાગના સ્થળોએ ૨૪ માર્ચે ભીષણ આંધીની સંભાવના જોવાઈ રહી છે.
કેન્દ્રીય ઉત્તરપ્રદેશ, પૂર્વોત્તર આસામ અને બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જે હવામાનમાં પલટો લાવી શકે છે. પૂર્વી ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત દેશના અનેક ભાગોમાં થોડા દિવસ પહેલાં આંધી અને વરસાદે હવામાનને સુહાવનું બનાવ્યું હતું, પરંતુ હવે આગામી દિવસોમાં આકાશમાંથી આગ વરસવાની સ્થિતિ ઊભી થશે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ૨થી ૩ દિવસમાં દેશના અનેક હિસ્સાઓમાં તાપમાનમાં ઝડપી વધારો થશે. જોકે, કેટલાક રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં આંધ્રપ્રદેશના અનંતપુરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગરમીની શરૂઆતનો સંકેત આપે છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, ઓડિશા અને કેરલના કેટલાક સ્થળોએ ભારે વરસાદ જોવાયો હતો.
ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકના કેટલાક ભાગોમાં કરા પડ્યા હતા. ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં તેજ હવાઓ અને આંધીએ હવામાનને થોડું નરમ બનાવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ઉત્તરપ્રદેશ, પૂર્વોત્તર આસામ અને બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જે હવામાનમાં વધુ ફેરફાર લાવી શકે છે. ઇરાકની આસપાસ એક નવું પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ રહૃાું છે, પરંતુ તેની અસર હાલમાં દેખાશે નહીં. દેશના મોટાભાગના સ્થળોએ આગામી ૩થી ૪ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો થશે. ઉત્તર પશ્ચીમ ભારતના અનેક સ્થળોએ તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો વધારો થવાની શકયતા છે.
મધ્ય ભારત અને આંતરિક મહારાષ્ટ્રમાં આગામી ૪થી ૫ દિવસમાં તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો જોવાશે. ગુજરાતમાં પણ આગામી ૩ દિવસમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે, જે ગરમીની લહેરનો સંકેત આપે છે.
હવામાન વિભાગે ૨૪ માર્ચે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચીમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, મણિપુર અને ત્રિપુરામાં ગર્જના સાથે વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. ૨૫ માર્ચે તમિલનાડુ અને કર્ણાટકમાં ગર્જના અને વીજળીની શકયતા છે, જ્યારે ૨૬ માર્ચે જમ્મુ-કાશ્મીરમાં વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગરમીના આ વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને પૂરતું પાણી પીવું, ગરમીથી બચવા હળવા કપડાં પહેરવા અને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે.
ખાસ કરીને ઉત્તર ૫શ્ચિમ અને મધ્યભારતના રહેવાસીઓએ આગામી દિવસોમાં સાવચેત રહેવું પડશે, કારણ કે તાપમાનનો પારો ઝડપથી ઉંચો જશે. આ સાથે, જે રાજ્યોમાં વીજળી અને આંધીની ચેતવણી છે, ત્યાં લોકોએ ખુલ્લી જગ્યાઓ, ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગે સ્થાનિક તંત્રોને પણ તૈયારીઓ કરવા સૂચના આપી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial