Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના વટવા નજીક બ્રિજ નિર્માણ દરમિયાન વિશાળ ક્રેન ધરાશાયી

રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે પહોંચીઃ ગત રાતની દુર્ઘટનાઃ

અમદાવાદ તા. ૨૪: ગત રાત્રે વટવા નજીક બુલેટ ટ્રેન બ્રિજ નિર્માણ દરમિયાન વિશાળ ક્રેન ધરાશાયી, થઈ હતી. તે પછી રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેકટમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે મોડી રાત સુધી જાનહાનિના અહેવાલ મળ્યા ન હતા.

અમદાવાદના વટવા નજીક રોપડા ગામ પાસે અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ નિર્માણ દરમિયાન રવિવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અને બુલેટ ટ્રેનના ગર્ડર અને સ્લેબ ગોઠવવા માટે ઉપયોગમાં લેવાતી એક વિશાળ ઓપરેશનલ ક્રેન અચાનક નીચે પડી ગઈ હતી.

આ ઘટનામાં ક્રેનની સાથે એક સ્લેબ પણ જમીન પર ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ ઘટના રવિવારે ૨૩ માર્ચ, ૨૦૨૫ની રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. એકસ પરની પોસ્ટ્સ અનુસાર, ક્રેન બુલેટ ટ્રેનના ગર્ડરને જોડવાનું કામ કરી રહી હતી ત્યારે અચાનક તેનું સંતુલન ખોરવાયું અને તે ધરાશાયી થઈ. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા આ પ્રોજેકટનું કામ ચાલી રહૃાું છે, જે ભારતનું પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રેન પડવાનો અવાજ દૂરથી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. હાલમાં રેસ્ક્યુ ટીમ દ્વારા સ્થળની તપાસ ચાલી રહી છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ લખાય છે ત્યાં સુધી રવિવારે રાત્રે એક વાગ્યા સુધી, ઘટનાસ્થળેથી કોઈ મૃત્યુ કે ઈજાના અહેવાલ મળ્યા નથી. જોકે, રેસ્ક્યુ કામગીરી હજુ ચાલુ હોવાથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. એનએચ-એસઆરસીએલ અધિકારીઓ તરફથી પણ સત્તાવાર નિવેદનની પ્રતીક્ષા છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ ભારતનું મહત્વાકાંક્ષી પરિયોજન છે, જે ૫૦૮ કિલોમીટરના અંતરને માત્ર ૨-૩ કલાકમાં પૂરું કરશે. ગુજરાતમાં આ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહૃાું છે, પરંતુ આવી ઘટનાઓ સલામતીના મુદ્દાઓને ચર્ચામાં લાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh