Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને અકસ્માત સર્જનાર મોટરના ચાલકો નાસી ગયાઃ પોલીસ દ્વારા શોધખોળઃ
જામનગર તા.૨૪ : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા પાસે ગઈકાલે સવારે ફલ્લાના દંપતીના બાઈકને મોટરે ઠોકર મારતા ઘવાયેલા મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. બાઈક ચલાવી રહેલા પ્રૌઢને સારવાર આપવામાં આવી રહી છે. ખંભાળિયા રોડ પર લહેર તળાવ પાસે ગઈકાલે સવારે ખંભાળિયાના દંપતીના મોપેડને સ્કોર્પિયોએ ઠોકર મારતા આ દંપતીના મૃત્યુ નિપજ્યા છે. અકસ્માત સર્જી બંને મોટરના ચાલક નાસી ગયા હતા.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ફલ્લા ગામમાં રહેતા નટવરલાલ થોભણભાઈ ધમસાણીયા નામના પ્રૌઢ તથા તેમના પત્ની હંસાબેન રવિવારે સવારે સાડા છએક વાગ્યે ફલ્લા થી જીજે-૧૦-સીએ ૭૫૩૫ નંબરના બાઈકમાં ધ્રોલ તરફ જવા માટે નીકળ્યા હતા.
આ દંપતીનું બાઈક જ્યારે ફલ્લાથી આગળ કોટેક્સ જીન પાસે પહોંચ્યું ત્યારે પાછળથી જીજે-૨૭-ડીએચ ૮૭૪૫ નંબરની કીયા કંપનીની મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે આગળ જતા બાઈકને ઠોકર મારી દેતા નટવરલાલ તથા હંસાબેન બાઈક પરથી ફંગોળાઈને રોડની નીચે બાવળીયામાં ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા હંસાબેન તથા ઘવાયેલા નટવરલાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હંસાબેનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભત્રીજા આશિષ હરેશભાઈ ધમસાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જી મોટરચાલક મોટર મૂકીને નાસી ગયો હતો.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ગોરધનપર ગામ પાસેથી ગઈકાલે સવારે સાતેક વાગ્યે રત્નાભાઈ રામાભાઈ પરમાર (ઉ.વ.૪૮), કારીબેન રત્નાભાઈ પરમાર (ઉ.વ.૪૦) નામનું દંપતી જીજે-૧૯-બીએન ૨૫૮૪ નંબરના ટીવીએસ મોપેડ પર ખંભાળિયાથી જામનગર આવતી વખતે પહોંચ્યા હતા. ત્યારે ગોરધન પર નજીકના પેટ્રોલપંપ પાસે જીજે-૩-એમઆર ૭૫ નંબરની સ્કોર્પિયોના ચાલકે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા કારીબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સારવાર માટે લઈ જવાયેલા રત્નાભાઈનું પણ સારવાર કારગત નિવડે તે પહેલા મૃત્યુ થયું હતું. મૃતક કારીબેનના ભાઈ અને ખંભાળિયામાં શક્તિનગરમાં ખોડિયારનગર પાસે રહેતા જયંતીભાઈ રવજીભાઈ વાઘેલા નામના દેવીપૂજક યુવાને સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial