Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના વેરાવળમાંથી જુગટુ રમતા ચાર ઝબ્બેઃ
જામનગર તા.૨૪ : જામનગરની સવાભાઈની શેરીમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા દસ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જામજોધપુરના વેરાવળમાં પણ ચાર પત્તાપ્રેમી પકડાયા છે. ખંભાળિયા નાકા પાસેથી વર્લીબાજ મળી આવ્યો છે.
જામનગરના નાગનાથ નાકા વિસ્તાર પાસે અંબાજીના ચોક નજીક સવાભાઈની શેરીમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા રાકેશ સુરેશભાઈ સોલંકી, જીતેન્દ્ર હરીભાઈ મકવાણા, ધવલ નરેશભાઈ ચૌહાણ, મનહર ખોડુભાઈ ગોહિલ ઉર્ફે મુન્નો, વિપુલ નાથાભાઈ ચાવડા, રાજેશ રમેશભાઈ મકવાણા, હનીફ ગુલામહુસેન ઢેમ, વિશાલ મધુસુદન ગુસાણી, પ્રદીપ રામજીભાઈ વારા, કિશોર બાબુભાઈ ચૌહાણ નામના દસ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૨૨૫૦૦ રોકડા, ગંજીપાના કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં દરગાહ પાસે ગઈકાલે બપોરે તીનપત્તી રમતા આમદ કાસમ રાવકરડા, હનીફ ઓસમાણ ધુધા, હનીફ કાસમ રાવકરડા, આમદ મુસા રાવકરડા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૪૨૫૦ કબજે લીધા છે.
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલી પાનની એક દુકાન પાસે શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી વરલીના આંકડા લખતા હિરેન હર્ષદભાઈ બોરસણીયા નામના સાધનાકોલોનીના શખ્સને પોલીસે પકડી પાડી તેના કબજામાથી રોકડ રકમ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial