Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે સિટી સર્વે કચેરીની કામગીરી અંગે થયા હતા મેઈલઃ
જામનગર તા.રર : જામનગર મહાનગરપાલિકામાં લગ્ન નોંધણી શાખામાં કેટલાક દુરાગ્રહ સેવાતા હોય અને મેરેજ સર્ટીફિકેટ આપવામાં પણ વિલંબ કરાયો હોય. આજે કેટલાક વકીલોએ મ્યુનિ. કમિશનરને સામૂહિક ઈ-મેઈલ પાઠવ્યા છે. ગઈકાલે મિલકત કાર્ડની ફેરફાર નોંધમાં કરાતા ઠાગાઠૈયા સામે વકીલોએ સામૂહિક ઈ-મેઈલ પાઠવી પોતાની વ્યથા વ્યક્ત કરી છે.
જામનગરની સિટી સર્વે કચેરીમાં મિલકત કાર્ડમાં સમયસર ફેરફાર નોંધ કરી આપવામાં આવતી નથી તેવી રજૂઆત સાથે ગઈકાલે જામનગરના ૧પથી વધુ વકીલોએ એકસાથે એસએલ આરને સામૂહિક રીતે ઈ-મેઈલ પાઠવી રજૂઆતનો ધોધ વહાવ્યો છે. ગોકળગાયની જેમ ચાલતા કામથી પક્ષકારો તથા વકીલોને ધક્કા થઈ રહ્યા છે અને પ્રોપર્ટી કાર્ડ મેળવવામાં પણ તકલીફ ઉભી થઈ રહી છે.
આ બાબતે ઈ-મેઈલ કરાયા પછી છસ્સોથી વધુ અરજી પેન્ડીંગ હોવાનું બહાર આવી રાું છે ત્યારે આજે જામનગર મહા નગરપાલિકાની મિલકત વેરા શાખા તથા લગ્ન નોંધણી શાખામાં ધીમી ગતિએ થતાં કામ અંગે મ્યુનિ. કમિશનરને વકીલો દ્વારા સામૂહિક ઈ-મેઈલ કરવામાં આવ્યા છે.
લગ્ન નોંધણી શાખામાં વર, કન્યા, ગોર મારાજ, બે સાક્ષીને રૂબરૂ હાજર રાખી સહી કરાવવાનો દૂરાગ્રહ સેવવામાં આવે છે. જ્યારે એમઓએમ રજૂ કરાયા પછી તેની નોંધણી કરી સર્ટી આપવામાં પણ વિલંબ થાય છે. તે ઉપરાંત મિલકત વેરા શાખામાં નામ ટ્રાન્સફરની અરજી કરાયા પછી ફીડરન્સ ટેક્સની બાકી વસૂલાત કાઢવામાં આવી રહી છે તેથી ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવાદ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial