Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં રૂ. ૩.૭૮ કરોડના ખર્ચે બનશે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલય

કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે થયુ ખાતમુહૂર્ત

ખંભાળિયા તા. ૨૪: ભાણવડમાં અંદાજિત રૂ. ૩.૭૮ કરોડના ખર્ચે નિર્મિત થનાર અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા કર્યુ હતું. અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયમાં જ્ઞાનપીપાસુઓ માટે વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, પુસ્તક આપ-લે વિભાગ સહિત અનેક સુવિધાઓ ઉભી કરાશે. સરકારી તાલુકા પુસ્તકાલયના અદ્યતન બિલ્ડિંગનું નવનિર્માણ થાય ત્યાં સુધી હંગામી ધોરણે તાલુકા સેવા સદનમાં તાલુકા પુસ્તકાલય કાર્યરત રહેશે.

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાના હસ્તે ભાણવડ શહેરમાં દરબારગઢમાં રૂ.૩.૭૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ હાલમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન, ભાણવડમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ભાણવડ તાલુકામાં અંદાજિત રૂ.૭૮ લાખથી વધુ રકમનાં ત્રણ આરોગ્ય આયુષ્માન મંદિર લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારોમાં જ નાગરિકોને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ ઉપરાંત યુવાનો ઉજજવળ કારકિર્દી માટે જો કોઈ પાયાનું માધ્યમ હોય તો તે પુસ્તકો છે.

વધુમાં મંત્રીએ કહૃાું હતું કે,સારા પુસ્તકોએ જીવનને ઉન્નતિ તરફ લઈ જવા માટે પથદર્શકનું કાર્ય કરે છે. આજના ઝડપી યુગમાં યુવાનો કઠિન પરિશ્રમ કરી પોતાનું લક્ષ્ય મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે. એમાં પણ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયાર કરતા યુવાઓ માટે ગ્રંથાલયએ આર્શીવાદ સમાન બની રહેશે. તાલુકા કક્ષાના પુસ્તકાલયમાં ઉત્તમ પ્રકારની સુવિધાઓ ઉપરાંત બહોળી સંખ્યામાં પુસ્તકો વાચન માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ તકે કલેકટર  રાજેશભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પર ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને પાયાનું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળે તે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આજરોજ ભાણવડમાં સરકારી પુસ્તકાલયનું ખાતમુહૂર્ત થતા તાલુકાના યુવાનોના જ્ઞાનમાં વધારો થશે. પુસ્તકાલયોએ માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. યુવાનો,બાળકો તથા જ્ઞાનપીપાસુ લોકો માટે પુસ્તકાલય ખૂબ જ ઉપયોગી નીવડશે. પુસ્તકાલય ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે તેની જાળવણી કરવી એ પણ આપણી નૈતિક ફરજ છે. કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગ્રંથાલય નિયામક પંકજ ગૌસ્વામી તથા આભારવિધિ ડી.એલ.મોઢ દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાણવડ તાલુકા સરકારી પુસ્તકાલયમાં ભવનમાં વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, પુસ્તક આપ-લે વિભાગ, કેન્ટીન, બાળ વિભાગ સાથે વિવિધ વિષયો અને ભાષાના પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટેના ખાસ પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કે.ડી.કરમૂર, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, મામલતદાર અશ્વિન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ.બૈડિયાવદરા, ઈતિહાસવિદ નરોત્તમ પલાણ, નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, નગરપાલિકા કારોબારી ચેરમેન ચેતનભાઈ રાઠોડ, ગોવિંદભાઈ કનારા, અલ્પેશભાઈ પાથર, અજયભાઈ કારાવદરા સહિત નગરપાલિકાના સદસ્યો સહિતના  આગેવાનો તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh