Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહની કાર્યવાહી બપોર સુધી સ્થગિતઃ ભાજપના સાંસદો આક્રમક
નવી દિલ્હી તા. ૨૪: રાજયસભામાં કર્ણાટકમાં મુસ્લિમોને અનામતનો મુદ્દો ગાજ્યો, સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે ધમસાણ મચ્યુ છે, અને હોબાળો સર્જાતા બપોર સુધી ગૃહસ્થગિત કરવુ પડ્યું છે.
આજે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ કર્ણાટક અનામત મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. કર્ણાટકમાં સરકારી ટેન્ડરમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને ૪% આરક્ષણ આપવામાં આવ્યું છે. આ મામલે ભાજપ આક્રમક છે. ભાજપનું કહેવું છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે અનામતનો ભંગ કર્યો છે.
રાજ્યસભામાં ભાજપે મલ્લિકાર્જુન ખડગે પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ દરમિયાન હંગામો વધતાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત આપવાના નિર્ણયને લઈને સોમવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહૃાું કે, 'બંધારણમાં લખ્યું છે કે, ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. પરંતુ કર્ણાટક સરકારે એક બિલ પસાર કર્યું છે જેમાં જાહેર કરારમાં ૪ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહૃાું, 'આ મહત્ત્વપૂર્ણ બાબત અમારા ધ્યાન પર આવી છે કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું છે કે તેઓ બંધારણમાં સુધારો કરશે જેથી મુસ્લિમ સમુદાયને અનામત આપી શકાય. આ નિવેદન બંધારણ પર હુમલો છે.' અમે આ સહન નહીં કરીએ. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.
આ મામલે સંસદમાં વધુ હોબાળો થવાની શક્યતા છે. તેમજ આ મામલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહૃાું કે, 'મુસ્લિમ આરક્ષણનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના બંધારણની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. આજે જ નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરો.'
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહૃાું કે, 'બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને કોઈ બદલી શકે નહીં. આરક્ષણને કોઈ ખતમ કરી શકે નહીં. તેને બચાવવા માટે અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી. તેમણે એનડીએ સાંસદો તરફ આંગળી ચીંધીને કહ્યું કે તેઓ ભારતને તોડી રહૃાા છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial