Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવારે નવ વાગ્યે લાગી આગઃ ફાયર બ્રિગેડ પહોંચ્યુ...
રાજકોટ તા. ૨૪: રાજકોટમાં નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં વિકરાળ આગલાગતા ફાયર વિભાગની પાંચ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ૯ વાગ્યે વાગ્યે લાગેલી આગ બેકાબૂ બની હતી. ૫ કિમી સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતાં.
રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં સવારે ૯ વાગ્યે આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે બોલાવામાં આવી હતી. ૫૦થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. બપોર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા, પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું હતું. શરૂઆતમાં આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાયા હતાં.
મીડિયા અહેવાલો મુજબ સત્યજીત ઝાલા બીકેઝેડ ફૂડ લિમિટેડ નામનીના એચઆર મેનેજર સત્યજીત ઝાલાએ જણાવ્યું કે, અહીં સવારે ૯ વાગ્યાનો સમય છે. ૯.૧૫ આસપાસ મને કોલ આવ્યો હતો કે, કંપનીમાં આગ લાગી છે, જેથી મેં તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. હું ચોખડા સર્કલથી ફાયરની ગાડીઓ સાથે જ આવ્યો હતો. વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. કંપનીમાં ૨૦૦થી ૨૫૦ જેટલા કર્મચારી કામ કરે છે, તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતાં.
ફાયર અધિકારી આ મામલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પીપણિયાની બાજુમાં કેબીઝેડ ફૂડ લિમિટેડ નામની કંપનીમાં સવારે ૯:૨૫ મિનિટે અમને આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેને પગલે તરત જ એક ટીમ રવાના કરવામાં આવી હતી. આગ મોટી હોવાની જાણ થતાં થોડીવાર પછી અન્ય ચાર મળીને કુલ ચાર-પાંચ ટીમો બોલાવવામાં આવી હતી. અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી. વાંકાનેર મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતાં. હાલ ફાયરની ત્રણ ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજકોટ મનપાનાં ફાયર ઓફિસર આર. એ. જોબને જણાવ્યું હતું કે, હાલ ૫૦ જેટલા ફાયરના જવાનોની ટીમો આગ પર કાબુ મેળવવા કાર્યરત હતી. આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હતી, જેના ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહૃાો છે. નુક્સાનીનો હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ આગ લાગી ત્યારે અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી હતી. જેથી જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial