Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાનના દર્શન કરવા હોય તો દ્વારકા નહીં વડતાલ આવો તેવા નિવેદન સામે ધગધગતો રોષ
દ્વારકા તા. ૨૪: સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં વિસ્ફોટક નિવેદનથી ચકચાર ફેલાઈ છે. 'ભગવાનના દર્શન કરવા હોય તો દ્વારકા નહીં વડતાલ જાઓ' એ પ્રકારના લખાણ અંગે વિવાદ સર્જાયો છે અને સનાતમ ધર્મીઓમાં રોષ ભભૂક્યો છે. દ્વારકાના શંકરાચાર્યજીએ પણ નારાજગી દર્શાવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લા વર્ષાેમાં એકથી વધુ વખત ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદન કે બફાટને કારણે વિવાદમાં રહ્યા છે ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે. તાજેતરનાં વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 'શ્રીજી સંકલ્પમૂર્તિ સદ્દગુરૂશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો' નામના પુસ્તકમાં વાર્તા નંબર ૩૩માં કથિત રીતે જાણે દ્વારકાધીશ ભગવાન પર જ સવાલો ઉભા કરાયા હોય તેમ 'દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ' એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવતાં જેની સામે સનાતન ધર્મીઓમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ છે.
સોશ્યલ મિડીયા તથા દ્વારકામાં પણ અનેક હિન્દુ સનાતનધર્મી સંતો મહંતો આગેવાનો તથા સ્થાનીકોએ જાહેરમાં આ કથિત નિવેદનની ટીકા કરી રોષની લાગણી વ્યક્ત કરી છે.
આ અંગે દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ કઠોર શબ્દમાં આ નિવેદનને વખોડતા જણાવેલ કે સનાતનધર્મીઓએ એકતા દાખવવી જોઈએ અને અંદરોઅંદરના વિવાદને ટાળી વિધર્મીઓ સામે એકજૂટ થવું જોઈએ. હિન્દુ સનાતનધર્મીઓએ ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અશોભનિય ટિપ્પણી કરી નથી ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ સનાતનધર્મના દેવી દેવતાઓ અને આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સામેના ખોટા અને અશોભનિય નિવેદનોથી બચવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial