Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં રાજકોટના રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે પાંચ જિલ્લાના અધિકારીઓ સાથે યોજી ક્રાઈમ કોન્ફરન્સ

દ્વારકા જિલ્લાના ૨૧૦ અસામાજિ તત્ત્વો ચિન્હીતઃ ૯ ની અટકાયતઃ એક હદપારઃ રીઢા ગુનાખોરોમાં પણ ફફડાટ

ખંભાળીયા તા. ર૪: રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની દ્વારકામાં પાંચ જિલ્લા અધિકારી સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુન્હાખોરો સામે લેવાયેલા પગલાની સમીક્ષા સાથે વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.

તાજેતરમાં રાજ્યના ગૃહમંત્રી તથા રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યના તમામ પોલીસ વિભાગોને અપાયેલ ૧૦૦ કલાકના એકશન પ્લાનના સંદર્ભમાં રાજકોટ રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં દ્વારકામાં પાંચ જિલ્લાના અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.

રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવે જણાવેલ કે, રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં ૧૦૦ કલાકમાં એકશન પ્લાના સંદર્ભે કુલ રર૭૦ ગુન્હેગારો સામે આકરા પગલાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૧૯ જગ્યાઓ પર ડીમોલિશન થયું છે. અનેક સ્થળે વીજ કનેકશનો કાપવાની સાથોસાથ અઢી કરોડનો દંડ પણ વસુલાયો છે. પાંચેય જિલ્લામાં ખનીજચોરી કરતા ૧પ૦ વાહનો ડીટેઈન કરીને પણ ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહીનું આયોજન થયું છે. તથા ગુન્હેગારો સામે કડક પગલા લેવાય રહ્યાં છે.

૩૬૦ ડીગ્રી મુજબ ગુન્હેગારો સામે ચારેક દિવસથી પગલા લેવામાં આવી રહ્યાં છે. જેમાં ગેરકાયદે બાંધકામો અંગે નોટીસોની મુદ્દત પછી તોડવા કાર્યવાહી થશે. ગેરકાયદે વીજ જોડાણ દૂર થશે. કેમ્પીંગમાં ડ્રોનનો ઉપયોગ થયો છે તથા ભવિષ્યમાં પણ કામગીરી થશે. લોકોને સહયોગ આપવા તથા ગેરકાયદે રંજાળ પ્રવૃત્તિની જાણ કરવા અપીલ કરી હતી.

ક્રાઈમ કોન્ફરન્સમાં દરિયાઈ સુરક્ષા, સલામતી, લોકો સાથે સંવાદ, આગેવાનોના ગ્રુપ, ફિશરમેન ગ્રુપ સાથે સંકલન, દ્વારકાના મંદિર સુરક્ષાના મુદ્દા ચર્ચાયા હતાં તથા હોળી-ધૂળેટીમાં પોલીસની સુંદર કામગીરીની પ્રશંસા થઈ હતી. સ્થાનિક અગ્રણીઓ દ્વારા પોલીસ આઈ.જી. તથા અધિકારીઓનું સન્માન થયું હતું.

રાજકોટ રેન્જ હસ્તકના રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારમાંના અસામાજિક તત્ત્વો વિરૂદ્ધ ચાર દિવસમાં કરવામાં આવેલ કામગીરી અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રજૂ કરાયેલી યાદી પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૧૦ અસામાજિક તત્ત્વો ચિન્હીત કરાયા હતાં. જે પૈકી ૯ વિરૂદ્ધ અટકાયતી અને ૧ ઈસમ સામે હદપારીના પગલા લેવાયા હતાં, ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે વીજ જોડાણ પર કેરલ કામગીરીમાં ૪ સંકલન અને પ૧ કનેકશન સામે પ૧.૭પ લાખની દંડની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું.

ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારધારા કલમ ૪, પ મુજબ એક કેસ, પ્રોહી, કેસ-૪, એમ.વી. એક્ટ ર૦૭-પ કરેલ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh