Advertisement
Author: નોબત સમાચાર

આરોગ્યકર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાલનો આજે ૮મો દિવસઃ પોલીસ તંત્ર એલર્ટ

એસ્મા લાગુ કરવા છતાં ૩૩ જિલ્લાના કર્મચારીઓ અડગ

ગાંધીનગર તા. ર૪: ગાંધીનગરના આરોગ્યકર્મીઓના અચોક્કસ મુદ્દતની હડતાલનો આજે આઠમો દિવસ છે, એસ્મા લાગુ કર્યા છતાં આરોગ્યકર્મીઓ અડગ છે, પોલીસ તંત્ર પણ એલર્ટ પર છે.

આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે આઠમો દિવસ છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. આજે સોમવારે ૩૩ જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે અને વિરોધ પ્રદર્શન કરશે.

આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે. ધીમે ધીમે જિલ્લાભરમાંથી આરોગ્યકર્મીઓનું આગમન શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ પોલીસ પણ ઍલર્ટ મોડમાં છે. આ આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેકિનકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો, ખાતાકીય પરીક્ષા રદ કરો, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આઠમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.

હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે. આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે.

આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.' તેમનો બીજો મુદ્દો એ છે કે, 'આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે'.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh