Advertisement
Author: નોબત સમાચાર

ખીજડિયા બાયપાસ પાસે ટાયર ફાટતા મોટર ગોથું મારી ગઈઃ જાનહાની ટળી

ડ્રાઈવર સહિતના વ્યક્તિઓને થઈ ઈજાઃ

જામનગર તા.૨૪: ખીજડિયા બાયપાસ પાસે શનિવારે બપોરે પુરપાટ ઝડપે દોડી જતી એક મોટરનું ટાયર કોઈ રીતે ફાટતા મોટર ગોથું મારી ગઈ હતી. મોટરમાં રહેલા વ્યક્તિઓને બહાર કાઢી સારવારમાં ખસેડાયા હતા.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ પાસેથી શનિવારે બપોરે પસાર થતી એક મોટરનું ટાયર ફાટતા રોડની સાઈડમાં ફંગોળાયેલી મોટર ગોથું મારી ગઈ હતી.

આ વેળાએ ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભ્યા હતા અને તેમાંથી ઉતરેલા લોકોએ ઉંધી પડેલી મોટરમાંથી તેના ડ્રાઈવર સહિતના વ્યક્તિઓને બહાર કાઢી ૧૦૮ને જાણ કરી હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh