Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં યુવક પર બે મહિલા સહિત ચાર તૂટી પડ્યાઃ
જામનગર તા.૨૪ : જામનગરમાં નાનકપુરી પાસે ગોદળીયાવાસમાં શનિવારે રાત્રે એક યુવાન પર ચાર શખ્સે છરી-પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે ધ્રોલમાં એક યુવાન પર પોલીસ ફરિયાદનો ખાર રાખી બે મહિલા સહિત ચારે હલ્લો કર્યાે હતો. ઉપરાંત બેરાજા ગામમાં બરફ નાખવાના મુદ્દે વેપારીને ધમકી અપાઈ હતી.
જામનગરના કિસાન ચોક વિસ્તારથી આગળ આવેલી ઊનની કંદોરી નજીકની સુમરાચાલીમાં રહેતા હુસેન ગફારભાઈ ખફી નામના સુમરા યુવાન પર શનિવારે રાત્રે અગિયારેક વાગ્યે ગોદડીયા વાસ પાસે હુમલો કરવામાં આવ્યો હતો.
આ યુવાન નાનકપુરી નજીકના ગોદળીયાવાસ પાસેથી જતા હતા ત્યારે તેમના પર રમેશ ભીખાભાઈ ચોરસીયા, ભરત રમેશભાઈ, વિશાલ ચોરસીયા અને રમેશના પુત્રએ ગાળો ભાંડી પાઇપ તથા છરી વડે હુમલો કરી માર માર્યો હતો. ગંભીર ઈજા પામેલા હુસેનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાંથી તેણે રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ શહેરના ફૂલવાડી રોડ પર આવેલી દરજી શેરીમાં રહેતા ભાગ્યદીપ મણિલાલ શ્રીમાળી નામના દરજી યુવાન પર શનિવારે સાંજે ધ્રોલના માર્કેટિંગ યાર્ડ પાછળ હુમલો થયો હતો. રાજકોટના રૈયા ગામમાં રહેતા કરણ મુકેશભાઈ મકવાણા તથા તેની બહેન મમતાબેન તેમજ મોટાબહેન બનેવીએ પાઇપથી હુમલો કરી માર માર્યો હતો.
એકાદ મહિના પહેલા ભાગ્યદીપના મોટાભાઈને રાજકોટની માધાપર ચોકડી પાસે કરણ મુકેશભાઈ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે બાબતની મુંજકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી તે ફરિયાદનો ખાર રાખી ઉપરોક્ત વ્યક્તિઓએ હુમલો કરી માર માર્યો હતો. પોલીસે બે મહિલા સહિત ચાર આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના બેરાજા ગામમાં તુલસીભાઈ ભીખાભાઈ મોલીયા શનિવારે સાંંજે પોતાની ક્રિષ્ના પ્રોવિઝન નામની દુકાને હતા ત્યારે થાર મોટરમાંં આવેલા સપડા ગામના દિલીપસિંહ ગગુભા અને રાજદીપે સરબત માંગ્યો હતો. તેને કેવો બરફ નાખુ તેમ પૂછતા તુલસીભાઈને ગાળો ભાંડી ધમકી અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial