Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્ષા ક્ષેત્ર તથા ઔદ્યોગિક એકમોને પણ થશે ફાયદો
દ્વારકા તા. ર૧: યાત્રાધામ દ્વારકા નજીક એરપોર્ટના નિર્માણની જગ્યા નક્કી થતા હવે ઝડપથી દ્વારકા હવાઈમાર્ગે જોડાઈ જશે, અને સર્વાંગી વિકાસના દ્વાર ખૂલશે.
દ્વારકા વિશ્વપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર હોય, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, તો ભારતીય પશ્ચિમ છેવાડે આવેલ યાત્રાધામ પાસે જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિવરાજપુરનો બ્લ્યુ ફલેગ બીચ તેમજ ઓખા-બેટ દ્વારકાને જમીનમાર્ગે જોડતો સિગ્નેચર બ્રિજ (સુદર્શન સેતુ) જેવા પર્યટન સ્થળો આવેલ હોય, યાત્રાળુઓ તથા દર્શનાર્થીઓનો ઘસારો દિન-પ્રતિદિન વધતો જોવા મળ્યો હોય, દ્વારકાને એરપોર્ટની સુવિધા મળતા દેશ-વિદેશના દર્શનાર્થીઓ તથા પર્યટકોને હવાઈમાર્ગે કનેક્ટીવીટી મળતા હવાઈ સુવિધાના લાભ સાથે યાત્રાળુઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો થશે.
એક તરફ વસઈ ગામ આસપાસ એરપોર્ટની જગ્યા નક્કી થતા આસપાસની જમીનોના ભાવો પણ વધશે તેમ સંબંધિત ધંધાર્થીઓ માની રહ્યાં છે, તો બીજી તરફ પુરક વ્યવસાયોની પણ વિપુલ તકો ઊભી થશે.
દ્વારકાની આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની દિશા તરફ થતી કામગીરીથી દ્વારકા ક્ષેત્રમાં પણ ઉત્સાહ સાથે આનંદની લાગણી પ્રસરી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, દ્વારકા વિસ્તારમાં મીઠાપુરમાં તાતા કેમિકલ્સ કંપની, કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. ઘડી કંપની અને માછીમારી ઉદ્યોગ તથા ઓખા પોર્ટ પણ આર્થિક ક્ષેત્રે ઉદ્યોગનું એક મહત્ત્વનું માધ્યમ છે ત્યારે હવે દ્વારકા હવાઈક્ષેત્રે જોડાયા બાદ અહીંના પ્રવાસન ઉદ્યોગમાં વેગ મળવાની સાથોસાથ સરહદી છેવાડાના સંવેદનશીલ ગણાતા જિલ્લામાં એરપોર્ટ બન્યે પ્રવાસન અને ઔદ્યોગિક એકમોને તો ફાયદો થશે જ સાથોસાથ સુરક્ષા ક્ષેત્રે પણ અનેકગણો વધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial