Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગેશ્વર મંદિર અંગે પ્રાંત અધિકારીએ નોટીસ ફટકારીઃ
ઓખા તા. ૨૧: દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મંદિરના વહીવટદારો સામે વધુ એક ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. રૂ.પ૦૦થી માંડી રૂ.૫૧૦૦૦ સુધીની પૂજાની થાળી જે ભાવિકો મંદિરમાં રજૂ કરે છે તે થાળી જ ફરીથી વેચાણ માટે દુકાનમાં પહોંચી હોવાના આક્ષેપના પગલે પ્રાંત અધિકારીએ નોટીસ ફટકારી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બાર જયોર્તિર્લિંગ પૈકીના નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરમાં આચરાતા કથિત ભ્રષ્ટાચાર અને ત્યાં દર્શનાર્થે આવતા ભાવિકોની સાથે કરાતા વલણ અંગે ઉહાપોહ મચ્યો છે. તે દરમિયાન ત્યાં ધરાવવામાં આવતી પૂજાની થાળીના પૈસા મેળવી લીધા પછી તે જ થાળી ફરીથી દુકાનમાં પહોંચાડી દઈ તેનો પૂજાવિધિમાં વારંવાર ઉપયોગ કરાતો હોવાની વિગતો બહાર આવી રહી છે.
અંદાજે રૂ.પ૦૦થી માંડી રૂ.૫૧ હજાર સુધીની તગડી રકમ પૂજાની થાળી માટે અને અભિષેક વિધિ માટે પૂજારી દ્વારા ઉઘરાવવામાં આવે છે. તે પછી આ રકમ મેળવી જે થાળી પૂજામાં લઈ જવામાં આવે છે તે જ થાળી ફરીથી દુકાનમાં પહોંચાડી દેવાઈ રહી છે. આ બાબતે ઉહાપોહ મચતા પ્રાંત અધિકારી દ્વારા સંબંધિતોને નોટીસ પાઠવવામાં આવી છે.
દર વર્ષે લાખો દર્શનાર્થીઓ જયોર્તિર્લિંગના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટની દાનપેટીની રકમમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે અને મંદિર પરિસરમાં ગેરકાયદે દુકાનો બનાવી લઈ કેટલાક લોકોને પધરાવી દઈ રોકડી કરી લેવામાં આવી હોવાની ચર્ચા ઉઠી છે. ધારાસભ્ય પબુભા માણેકે તત્કાળ પગલા લેવા જોઈએ તેમ જણાવ્યું છે. પ્રાંત અધિકારીએ વહીવટદાર સમિતિની રચના માટે ભલામણ કરાશે તેમ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial