Advertisement
Author: નોબત સમાચાર

પીએફની નોંધણી માટે લઘુતમ પગાર રૂપિયા રપ હજાર કરવાની વિચારણાઃ એક કરોડ કર્મીઓને થશે ફાયદો

ઈ૫ીએફઓ નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૧: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેના નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં ઈપીએફ અને ઈપીએસમાં ફરજિયાત નોંધણી માટે પગાર મર્યાદા રૂ. ૧પ,૦૦૦ પ્રતિમાસ છે. સરકાર હવે તેને વધારીને રૂ. રપ,૦૦૦ કરવાનું વિચારી રહી છે. જો આવું થાય, તો દેશના ૧૦ મિલિયનથી વધુ કર્મચારીઓ પેન્શન અને ભવિષ્ય નિધિ લાભ મેળવી શકશે. પગાર મર્યાદા છેલ્લે ર૦૧૪ માં રૂ. ૬,પ૦૦ થી વધારીને રૂ. ૧પ,૦૦૦ કરવામાં આવી હતી.

હાલના નિયમો અનુસાર રૂ. ૧પ,૦૦૦ સુધીનો મૂળભૂત પગાર મેળવતા કર્મચારીઓએ ઈપીએફ અને ઈપીએસમાં નોંધણી કરાવવી જરૂરી છે. જો આનાથી વધુ કમાણી કરતા કર્મચારીઓ ઈચ્છે તો તે ના પાડી શકે છે, અને કંપનીઓ તેમને નોંધણી કરાવવા માટે બંધાયેલી નથી. આનાથી ઘણાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ નિવૃત્તિ બચતથી વંચિત રહે છે.

મુંબઈમાં એક કાર્યક્રમમાં નાણા સેવા વિભાગના સચિવ એમ. નાગરાજુએ જણાવ્યું હતું કે, તે ખૂબ ચિંતાનો વિષય છે કે રૂ. ૧પ,૦૦૦ થી વધુ કમાણી કરતા કર્મચારીઓને પેન્શન કવર મળતું નથી અને તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના બાળકો પર નિર્ભર બની જાય છે. વર્તમાન આવક અને ખર્ચને પ્રતિબિંબત કરવા માટે હવે જુના નિયમો અપડેટ કરવા ફરજિયાત છે.

જો ઈપીએફઓ પગાર મર્યાદા વધારીને રૂ. રપ,૦૦૦ કરે છે, તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ આગામી વર્ષની શરૂઆતમાં આ પ્રસ્તાવને મંજુરી આપે તેવી અપેક્ષા છે. શ્રમ મંત્રાલયના અંદાજ મુજબ મર્યાદામાં રૂ. ૧૦,૦૦૦ નો વધારો ૧૦ મિલિયનથી વધુ નવા કર્મચારીઓને પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ લાભો પ્રદાન કરશે. કર્મચારી સંગઠનો લાંબા સમયથી આ માગ કરી રહ્યા છે, કારણ કે વધતી જતી ફૂગાવાને કારણે જુની મર્યાદા અપ્રસ્તુત બની ગઈ છે.

નિષ્ણાતો કહે છે કે મોટાભાગના લોકો પાસે હજુ પણ સુરક્ષિત નિવૃત્તિ યોજનાનો અભાવ છે. ઈપીએફ મર્યાદા વધારવાથી હજારો કર્મચારીઓ આપમેળે સુરક્ષિત બચત યોજનાઓ સાથે જોડાશે. આ ફેરફાર કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે, કારણ કે તેનો અર્થ એ છે કે માસિક યોગદાન વધારે, ઈપીએફ બેલેન્સ વધારે અને ભવિષ્યમાં પેન્શન વધારે. હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગારના ૧ર ટકા ઈપીએફમાં ફાળો આપે છે, અને નોકરીદાતાઓ સમાન રકમનું યોગદાન આપે છે. જેમ જેમ પગાર વધે છે, તેમ તેમ બન્ને યોગદાન વધશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh