Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપીઆરઈઈ અને ઈએસઆઈસી અંગે
જામનગર તા. ૨૦: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એસપીઆરઈઈ સ્કીમ તથા ઈએસઆઈસી અંગે સેમિનાર તા.૧૫ના સાંજે ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાયો હતો.
આ સેમિનારમાં અમદાવાદ સ્થિત ઈએસઆઈસીના રીજીયોનલ ડાયરેકટર હેમંતરુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આસી. ડાયરેકટર, પી.આર. બ્રાંચ ગુજરાત ભારત ભૂષણ તથા સામાજિક સુરક્ષા અધિકારી અમર ગંડેચા પણ હાજર રહ્યા હતા. સેમિનારની શરુઆતમાં ચેમ્બરના પ્રમુખ રમણીક પી. અકબરીએ શબ્દોથી સ્વાગત કરતા જણાવ્યું કે ઈએસઆઈસી વિભાગ દ્વારા કર્મચારીઓ તથા ઉદ્યોગકારોના હિતને ધ્યાને લઈ સારી યોજનાઓ બનાવવામાં આવી છે. આથી કામદારો, ઉદ્યોગકારોએ આવી એસપીઆરઈઈ તથા ઈએસઆઈસી વગેરે યોજનાનો લાભ લેવો જોઈએ. જેથી કામે રાખનાર માલિકો થા કામદારો બંનેને ફાયદો રહે. આ સેમિનાર સૌને ઉપયોગી નીવડે તેવી આશા વ્યકત કરી હતી. ચેમ્બરના માનદ સહમંત્રી સીએ ભાવિક એચ. ધોળકીયાએ ચેમ્બરનો પરિચય આપ્યો હતો. આ તકે રીજીયોનલ ડાયરેકટર પાંડેનું ચેમ્બર પ્રમુખ રમણીક અકબરીએ તથા આસી. ડાયરેકટર ભારત ભૂષણનું સંસ્થાની ઉદ્યોગ-ઉર્જા પેનલના ચેરમેન સુરેશભાઈ હીરપરા, સુરક્ષા અધિકારી અમર ગંડેાનું સંસ્થાની એક્સપોર્ટ-ઈમ્પોર્ટ પેનલના ચેરમેન શ્રેયાંસ એ. વાઘર દ્વારા પુષ્પગુચ્થી સન્માન કરાયું હતું. સંસ્થાના માનદ ખજાનચી તુષારભાઈ વી. રામાણીએ હેમતકુમાર પાંડેનો પરિચય આપ્યો હતો.
ત્યારબાદ રીજીયોનલ ડાયરેકટર દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એસપીઆરઈઈ યોજના તથા ઈએસઆઈસીના વિવિધ ફાયદાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. જેમાં યોજનાથી કામદારો, ઉદ્યોગકારોને કઈ રીતે અને શં શું લાભો મળી શકે તે વિશે માહિતી આપી હતી. જીઆઈડીસી-૨-૩માં ટૂંક સમયમાં દવાખાનુ ખોલવાની ખાતરી આપવામાં આવી હતી જેથી જીઆઈડીસી વિસ્તારના કારખાનાઓમાં કામ કરતા કામદારોને તથા તે વિસ્તારમાં વસતા લોકોને રાહત મળી શકે.
ખાસ કરીને ઈએસઆઈસીમાં નોંધાયેલા કામદારોના બાળકો માટે મેડિકલ કોલેજમાં ડોકટરનો અભ્યાસ કરવા માટે અમૂક સીટ રિઝર્વ રાખવામાં આવે છે અને માત્ર માસિક રૂ.૨૦૦૦ની ફીથી એમબીબીએસ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે.
ચેમ્બરની પ્રણાલી અનુસાર આજના સેમિનારના મુખ્ય મહેમાન રીજીયોનલ ડાયરેકટર આસી. ડાયરેકટર તથા સામાજિર સુરક્ષા અધિકારીને સ્મૃતી સ્વરૂપે મોમેન્ટો ચેમ્બર પ્રમુખ રમણીક ડી. અકબરી દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. સેમિનારમાં ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યો, શહેરના વિવિધ ઉદ્યોગકારો તથા તેમના ઔદ્યોગિક એસો.ના પ્રતિનિધિઓ, મજુર કાયદાને લગતા સલાહકારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર સેમિનારનું સફળ સંચાલન સંસ્થાના માનદમંત્રી કૃણાલ વી. શેઠે તથા સેમિનારના અંતે આભાર દર્શન ઉપપ્રમુખ અજેશ વી. પટેલે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial