Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ રૂ.૧૩,૩૫,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે:
જામનગર તા. ૨૧: ભાટીયાથી દ્વારકા તરફના રોડ પર ઓવરબ્રિજ નીચેથી ગઈકાલે સાંજે એસઓજીએ પૂર્વ બાતમીના આધારે એક થાર મોટરમાં લઈ જવાતો રૂ.સવા લાખની કિંમતનો ૫૦૧ ગ્રામ ચરસનો જથ્થો કબજે કર્યાે છે. કુલ રૂ.૧૩,૩૫,૨૫૦ના મુદ્દામાલ સાથે દ્વારકાના એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભાટીયા ગામ પાસે ગઈકાલે સાંજે એક મોટરમાં ચરસનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી પેટ્રોલિંગમાં રહેતા દ્વારકા એસઓજી ટીમના કાનાભાઈ, અશોકભાઈ, ભીખાભાઈને મળતા ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલને તેનાથી વાકેફ કરાયા પછી પીએસઆઈ કે.એમ. જાડેજાના વડપણ હેઠળની એસઓજી ટૂકડી વોચમાં ગોઠવાઈ હતી.
તે દરમિયાન ભાટીયાના ચાર રસ્તા પાસે દ્વારકા રોડ તરફના ઓવરબ્રિજ નીચેથી જીજે-૩૭-એમ ૭૬૮૪ નંબરની મહિન્દ્રા કંપનીની થાર મોટર પસાર થતાં તે મોટરને રોકી લેવામાં આવી હતી. તેની તલાશી લેવાતા મોટરમાંથી ૫૦૧ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
અંદાજે રૂ.સવા લાખની કિંમતના ચરસ, રૂ.૧ર લાખની કિંમતની મોટર તથા રૂ.૧૦ હજારની કિંમતના મોબાઈલ સાથે દ્વારકાના જલારામનગર-૩માં હાલમાં રહેતા વાચ્છુ ગામના વતની વેજાભાઈ ઉર્ફે ભગત જેઠાભાઈ ચાનપા નામના શખ્સની અટકાયત કરાઈ છે. જય ઠાકર લેડીસ મોલ નામની દુકાન ચલાવતા આ શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કલ્યાણપુર પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial