Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય ઉપખંડમાં જુદી જુદી જગ્યાએ ધરતી ધણધણી
નવી દિલ્હી તા. ૨૧: કોલકાતા સહિત બંગાળના અનેક જિલ્લાઓમાં ભૂકંપ અનુભવાયો હતો, તો બાંગ્લાદેશમાં પણ ધરા ધ્રુજી હતી. રિએક્ટ સ્કેલ પર તેની તીવ્રતા ૫.૬ નોંધાઈ હતી. અને કેન્દ્રબિંદુ ઢાકામાં નોંધાયું હતું. ૧૭ સેકન્ડ સુધી આંચકો અનુભવાયો હતો. તે ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ પ.૨ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
પશ્ચિમ બંગાળની રાજધાનો કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગભરાહટમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા સમગ્ર પશ્ચિમ બંગાળ અને ઢાકા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૫.૬ની હતી અને ઢાકામાં કેન્દ્રબિંદુ નોંધાયું હતું. બીજી તરફ પાકિસ્તાનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના અહેવાલો છે. આ ભૂકંપ ૧૩૫ કિ.મી.ની ઉંડાઈએ આવ્યો હતો. ભારતીય અને યુરેશિયન પ્લેટોના અથડામણને કારણે આ પ્રદેશ ભૂકંપ માટે ખૂબજ સંવેદનશીલ છે. બલુચિસ્તાન, કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને સૌથી સંવેદનશીલ વિસ્તારો માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં પણ ફરી એક વાર જમીન ધ્રુજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર વહેલી સવારે ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપ બંને દેશો વચ્ચે ડ્યુરન્ડ લાઈન પર જ આવ્યો હતો. રાહતની વાત એ છે કે કોઈ મોટું નુકસાન થયું નથી.
નિષ્ણાતો કહે છે કે બે પ્રકારના ભૂકંપો હોય છે, છીછરા ઊંડાઈ પર આવતા ભૂકંપને વધુ ખતરનાક માનવામાં આવે છે. કારણે કે તેમના આંચકા સપાટી પર સીધી અને મજબૂત અસર કરે છે. જો કે, જમીન પર પહોંચતા સુધીમાં મોટી ઊંડાઈ પર આવતા ભૂકંપની અસર થોડી ઓછી થઈ જાય છે.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઉત્તર ભારત વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંભવિત ક્ષેત્રોમાં આવે છે. ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ અહીં અથડાય છે. આ ટક્કરથી સમગ્ર પ્રદેશ સતત ભૂકંપની પ્રવૃતિથી પ્રભાવિત રહે છે, જેના પરિણામે ત્રણેય દેશોમાં વારંવાર હળવા આંચકા અનુભવાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, પાકિસ્તાન અસંખ્ય સક્રિય ફોલ્ટ લાઈનોથી ઘેરાયેલું છે. જેના કારણે અહીં મોટા અને નાના બંને પ્રકારના ભૂકંપ આવે છે. બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં માનવામાં આવે છે કારણ કે તે યુરેશિયન પ્લેટની ધાર પર આવેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial