Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે પૂર, નદીઓ ગાંડીતૂર, લેન્ડ સ્લાઈડ, કાલમેગી વાવાઝોડાનો કહેર, સંખ્યાબંધ લોકો ગૂમ, ૬૨ હજારનું સ્થળાંતરઃ જીવન અસ્ત-વ્યસ્ત
નહા ત્રાંગ તા.૨૧: વિયેતનામમાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. સતત પડતા વરસાદે શહેરો અને ગામોને પાણીમાં ગરકાવ કરી દીધાં છે, જેના કારણે લોકો પોતાના ઘરોની છતો પર ફસાયા છે અને અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા છે. ત્રણ દિવસમાં ૧૫૦ સેન્ટિમીટર્સથી વધુ વરસાદ પડતાં નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો છે અને ઘણાં પુલ વહી ગયા છે. આ પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં ૪૧ લોકોનાં મોત થયા હોવાનું પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો હજી પણ ગુમ હોવાનું સામે આવી રહૃાું છે.
વિયેતનામમાં લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દેશના મધ્ય ભાગમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૪૧ લોકોના મોત થયા છે, જ્યારે ૯ લોકો હજુ પણ લાપતા છે. લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારના ઘણા ભાગોમાં ૧૫૦ સેન્ટિમીટરથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર 'જળપ્રલય' જેવી સ્થિતિ સર્જાઈ છે. ૫૨,૦૦૦ થી વધુ ઘરો પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે. ૬૨,૦૦૦ થી વધુ લોકોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેનાથી બચાવ કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે.
લગભગ ૧૦ લાખ ઘરોમાં વીજળી ગુલ છે, જેના કારણે લોકોનો સંપર્ક કરવો પણ મુશ્કેલ બન્યો છે. સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહૃાું છે. પાણીમાં ડૂબી ગયેલા ઘરોની છત પર ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. હજુ પણ હજારો લોકો મદદની રાહ જોઈ રહૃાા છે.
જે વિસ્તારમાં પૂર આવ્યું છે, તે મુખ્યત્વે વિયેતનામનો કોફી ઉત્પાદક ઝોન માનવામાં આવે છે. આ ઉપરાંત, આ વિસ્તાર તેના દરિયાકિનારા અને પ્રવાસન માટે પણ જાણીતો છે. આ કુદરતી આફતને કારણે દેશના કોફી ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને ભારે નુકસાન થવાની આશંકા છે. વિયેતનામના પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છે કે ૬ પ્રાંતોમાં મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો છે અને લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. જેથી મૃતાંક ઘણો વધી શકે છે.
સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો દિવસ-રાત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. નાવ, હેલિકોપ્ટર અને વિશેષ ટીમોની મદદથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહૃાું છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, પાણી અને દવાઓ પહોંચાડવામાં પણ તાત્કાલિક પ્રયાસો થઈ રહૃાા છે. ભારે વરસાદથી પુલ તૂટતા ઘણી જગ્યાઓનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકો ડર અને અનિશ્ચિતતામાં દિવસ પસાર કરી રહૃાા છે. સરકારએ લોકોને સાવચેત રહેવાની વિનંતી કરી છે અને જરૂર પડે ત્યાં ખાલી કરવાની સૂચના પણ આપી છે.
વિયેતનામના પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાવાઝોડું કાલમેગી વિયેતનામમાં ત્રાટક્યું છે. છ રાજ્યો તબાહ થઈ ગયા છે, ૧૦,૦૦૦ હેક્ટરથી વધુ ઉભા ચોખાના પાકનો નાશ થયો છે, અને પશુધન અને મરઘીઓ પણ વહી ગયા છે. ત્યાંના રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દા લાત શહેર નજીક ભૂસ્ખલન થયું છે. મીમોસા પાસ પર ભૂસ્ખલનથી લગભગ ૧૦૦ મીટર રસ્તો ધોવાઈ ગયો છે. હૃાુ સિટીથી ડાક લાક પ્રાંત સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીનું સ્તર વધુ વધી શકે છે. નાની નદીઓ અને નાળાઓમાં પૂર આવી શકે છે અને ઢોળાવ પર ભૂસ્ખલન થઈ શકે છે. હનોઈ રેલવે કોર્પોરેશને ઘણી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial