Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાનૂની સહાય હેઠળ એલએડીસીના એડવોકેટ ફાળવાયા હતાં
જામનગર તા. ર૧: ઓનલાઈન છેતરપિંડી કરીને સાઈબર ગુન્હો આચરનાર આરોપીને એલએડીસી દ્વારા એડવોકેટ ફાળવાયા પછી જામનગરની સેસન્સ કોર્ટે જામીન મંજુર કર્યા છે. આ કેસમાં લાંબો કાનૂની જંગ ચાલ્યો હતો, અને અંતે એલએડીસીના ડેપ્યુટી ચીફની દલીલો ગ્રાહ્ય રહી હતી.
આ કેસની હકીકત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રહેતા સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા સામે જામનગર સિટી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નવા બીએનએસ કાયદાની વિવિધ કલમો હેઠળ વર્ષ-ર૦રપ ની ૧ર જુલાઈના ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી વિમલ વેકરીયાએ આરોપીઓ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી વિમલભાઈ કાલાવડમાં ધનવેલ હાઈબ્રીડ સિડ્સ લિ. નામની પેઢી ચલાવે છે અને વિમલભાઈના પિતા મનસુખભાઈ તેની ખેતીવિકાસ ભંડાર નામની એગ્રો નામની પેઢીમાં હતાં, ત્યારે તા. ર૯-૬-ર૦રપ ના મોબાઈલ ફોન પર આરોપીના મોબાઈલ ફોનમાંથી આરટીઓ ચલણ પ૦૦, એએસકે ફાઈલ વાળો મેસેજ આવ્યો હતો, જે ખોલતા જ મનસુખભાઈનું વ્હોટસએપ બંધ થઈ ગયું હતું અને મોબાઈલ હેક થઈ ગયો હતો, તે પછી જુદા જુદા મોબાઈલથી ઓટીપીના મેસેજ આવ્યા અને એચડીએફસીની સાથે મનસુખભાઈના લિન્ક્ડ એકાઉન્ટમાંથી રૂ. ૬.૩૯ લાખથી વધુ રકમ ઉપડી હોવાના મેસેજ આવ્યા હતાં, અને આ રકમ જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી ઉપાડી લેવાઈ હતી.
તે પછી ફરિયાદીના પિતા સાથે સાઈબર ફ્રોડ થયો હોવાથી સાઈબર ક્રાઈમના ફોન નં. ૧૯૩૦ માં ફોનની તા. ૩૦-૬-ર૦રપ ના ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને એક મોબાઈલ નંબરમાંથી ફોન આવ્યો હતો કે તે ચોટીલાથી બોલે છે અને તેના ખાતામાં રૂ. પ૦ હજાર ફરિયાદીના ખાતામાંથી આવ્યા પછી તેનું ખાતું બ્લોક થઈ ગયું છે. ફરિયાદીએ ફોનમાં પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે તેમના મિત્ર સમીર અને સિરાજે તેમને કમિશનની લાલચ આપીને તથા ઓનલાઈન ગેમીંગ માટે કોઈ બેંક ખાતાની જરૂર હોવાનું જણાવીને તથા કમિશનની લાલચ આપીને તેમણે તેનું બેંક ખાતું આરોપીઓને વાપરવા આપ્યું હતું, અને પોતાનું બંધ ખાતું ખોલાવી આપવાની તથા લોભામણી વાતો કરીને તે શખ્સે ફોન કાપી નાખ્યો હતો.
આમ, આરોપીઓએ એકસંપ થઈને સાઈબર ફ્રોડથી ગુન્હો આચર્યો હોઈ, પોલીસે આરોપી સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયાની ધરપકડ કરી બીએનએસ-ર૦ર૩ તથા આઈ.ટી. એક્ટ હેઠળ જામનગરના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યારે આરોપીએ ત્યાં જામીન અરજી કરી હતી, પરંતુ આરોપી સામે બીજા ૧૦ જેટલા ગુન્હા નોંધાયેલા હોવાની પુરાવા સહીતની દલીલો પછી અદાલતે જામીન અરજી રદ્ કરી આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો.
જામનગર જિલ્લા જેલમાં રહેલા આરોપીને એલએડીસીમાંથી વકીલ ફાળવાયા પછી ડેપ્યુટી ચીફ અને એડવોકેટ મનિષકુમાર ભીખાલાલ સોમૈયાએ આરોપી તરફથી સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આરોપી તરફથી એલએડીસીના એડવોકેટે સાત વર્ષની સજાની જોગવાઈ ધરાવતો ગુન્હો જેએમએફસી કોર્ટમાં ટ્રાયેબલ હોવાનું જણાવી વિવિધ ઉચ્ચ અદાલતોના જજમેન્ટ ટાંકીને બેઈલ ઈઝ રૂલ એન્ડ જેઈલ ઈઝ એક્ઝમ્પશનનો સિદ્ધાંત રજૂ કરીને આરોપીને જામીન પર મુક્ત કરવાની ધારદાર દલીલો કરી હતી.
એલએડીસીના ડેપ્યુટી ચીફ અને એડવોકેટ મનિષભાઈ બી. સોમૈયાની દલીલોને ગ્રાહ્ય રાખીને જામનગરના એડીશ્નલ પ્રિન્સિપાલ જજ શ્રી વી.પી. અગ્રવાલ સાહેબે આરોપી-અરજદારને રૂ. રપ હજારના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial