Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને શકમંદોના જુદી જુદી પોલીસ ટીમ દ્વારા સગડ દબાવાયાઃ
જામનગર તા. ૨૧: સલાયામાં બુધવારે સવારે એક વેપારીના રૂ.૭ લાખની રોકડવાળા થેલાની ઉઠાંતરી થયાના બનેલા બનાવમાં જે બાઈક લૂંટમાં વપરાયું હતું. તે બાઈક સોડસલા નજીકના એક ગરેડામાંથી ફેંકી દેવાયેલી હાલતમાં સાંપડ્યું છે અને નજીકમાં આવેલા એક ખેતરમાંથી અન્ય બાઈક ઉપડી ગયું છે તેથી લૂંટારાઓ આ બાઈક પર પલાયન થયાનું માનવામાં આવી રહ્યું છે. લૂંટારૂઓના સલાયા પોલીસ-એલસીબી, એસઓજી સગડ દબાવાઈ રહ્યા છે.
ખંભાળિયા નજીકના સલાયામાં બુધવારે સવારે મીત ઈલેકટ્રીકલ નામની પોતાની દુકાન ખોલી રહેલા કિરીટભાઈ વલ્લભદાસ બદિયાણીના પગ પાસે રાખવામાં આવેલો રૂ.૭ લાખની રોકડવાળો થેલો ઝૂંટવી એક શખ્સે દોટ મૂકી હતી અને અગાઉથી મોટરસાયકલ ચાલુ રાખીને ઉભેલા શખ્સની પાછળ લૂંટારો બેસી ગયો હતો અને બાઈક સ્થળ પરથી ગણતરીની સેકંડોમાં નાસી ગયું હતું.
ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરાતા એસપી જયરાજસિંહ વાળાની સૂચનાથી નાકાબંધી કરી લેવામાં આવી હતી. તે દરમિયાન સલાયાના જ એક આસામીએ પોતાના ઘરની બહારથી બે શખ્સે બાઈક ઉઠાવી લીધાની ફરિયાદ પણ પોલીસમાં કરી હતી. બાઈક નંબર મળ્યા પછી તે દિશામાં આગળ વધેલી તપાસમાં ગઈકાલે બપોરે સલાયાના સોડસલા પાસે એક ગરેડામાં ઉપરોક્ત બાઈક પડ્યાની પોલીસને જાણ થઈ હતી.
ત્યાં ધસી ગયેલી પોલીસે ઉપરોક્ત વાહન કબજે કર્યું છે. આ બાઈક લૂંટમાં વપરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બે શખ્સ તે બાઈક ગરેડામાં નાખી દઈ નજીકમાં એક ખેતરમાં પડેલુ બાઈક ઉઠાવીને પલાયન થયા છે. તે બાઈકના માલિકે પણ પોલીસમાં અરજી કરી છે. તપાસમાં સલાયા પોલીસની સાથે દ્વારકા એલસીબી તથા એસઓજી પણ જોડાઈ ગઈ છે. જે બંને આરોપીઓના સગડ દબાવાઈ રહ્યા છે અને એક આરોપીને વેપારી ઓળખી ગયા હોવાનો દાવો કરાયો છે. તેના પર અગાઉ પણ કેટલાક ગુન્હાઓ નોંધાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial