Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન

હોસ્પિટલ તંત્ર તથા તંત્રવાહકો અને ખાનગી કંપની દ્વારા રખાતી સતર્કતાની કરાઈ ચકાસણીઃ

                                                                                                                                                                                                      

ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનડીએમએ) દ્વારા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપવામાં આવેલી સૂચનાના પગલે જામનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આજે મોટી ખાવડી નજીક આવેલી રિલાયન્સ રિફાઈનરીમાં રાષ્ટ્રીયકક્ષાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેન્કમાં આગ ભભૂકવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની સતર્કતા ચકાસવામાં આવી હતી. જિલ્લા કલેકટર કેતન ઠકકર તેમજ દિલ્હીથી આવેલા એનડીએમએના અધિકારી આદિત્યકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મોકડ્રીલ યોજવામાં આવી હતી. આજે સવારે મોકડ્રીલના ભાગરૂપે જામનગરની જી.જી. હોસ્પિટલમાં અંદાજે ૧૦૦ જેટલા દર્દીઓને એક સાથે સારવાર માટે ખસેડવામાં આવે તો કોઈ અંધાધૂંધી ન પ્રવર્તે અને સુચારૂ રીતે તમામને સારવાર મળી શકે તે અંગે મોકડ્રીલ કરાઈ હતી. રિલાયન્સ ઉપરાંત નયારા કંપનીમાં પણ આપાતકાલિન પરિસ્થિતિમાં કરવાની રહેતી કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh