Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ દવા સહિતનો સામાન કબજે કર્યાેઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના મેઘપર ગામમાંથી ડિગ્રી વગરના વધુ એક ડોક્ટરને એસઓજીએ પકડી પાડ્યો છે. મૂળ કોલકાત્તાના આ શખ્સે પોતાની પાસે ડોક્ટર તરીકેની ડિગ્રી ન હોવા છતાં સંખ્યાબંધ દર્દીઓની સારવાર કર્યાનું ખૂલ્યું છે. તેના કહેવાતા ક્લિનિક માંથી દવા, બાટલા સહિતનો સામાન કબજે કરી લેવામાં આવ્યો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં પતરા માર્કેટમાં એક શખ્સ તબીબ ન હોવા છતાં દર્દીઓની સારવાર કરી તેમની જિંદગી સાથે રમત રમતો હોવાની બાતમી એસઓજીના દિનેશ સાગઠીયા, હર્ષદભાઈ, તૌસિફ તાયાણીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ ગઈકાલે બપોરે એસઓજી ટીમે મેઘપરમાં બાપા સિતારામ મઢુલી પાસે પતરા માર્કેટમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ધમધમી રહેલા ક્લિનિકમાં એસઓજીએ તપાસ કરી તેમાં સારવાર આપી રહેલા મૂળ પશ્ચિમ બંગળના નોંદીયા જિલ્લાના કમાલપુર ગામના વતની અને હાલમાં મેઘપરમાં રહેતા મનજીત શ્યામપદ હલદાર નામના શખ્સ પાસે જોવા માટે ડિગ્રી માંગી હતી.
થોથવાઈ ગયેલા આ શખ્સે પોતાની પાસે ડિગ્રી ન હોવાનું કબૂલ્યું હતું. એસઓજીએ તેના કહેવાતા ક્લિનિકમાંથી દવા, બાટલા, ઈન્જેક્શન, સ્ટેથોસ્કોપ સહિતનો સામાન કબજે કર્યાે છે. આ શખ્સ સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ તથા આઈપીસી ૩૩૬ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial